સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે મિશા કપૂરનો ભાઈ 'ઝૈન', જુઓ આ ક્યૂટ ફોટો

Updated: Jul 13, 2019, 12:04 IST | મુંબઈ

સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે શાહિદ કપૂનો દીકરો ઝૈન કપૂર. મીરા કપૂરે શેર કર્યો છે તેનો ક્યુટ ફોટો.

ઝૈન કપૂર
ઝૈન કપૂર

શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહની ચર્ચા ચારે તરફ છે. પરંતુ હાલ તો શાહિદ જ નહીં તેનો દીકરો ઝૈન પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. મીરા કપૂરે પોતાના આધિકારીક ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી દીકરા ઝૈનનો એક ખૂબ જ ક્યૂટ ફોટો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

મીરા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણીવાર પોતાના બાળકોની તસવીરો શેર કરતી રહે છે. આ પહેલા પણ મીરા અનેક વાર ઝૈન અને મીશાના ફોટોસ પોસ્ટ કરી ચુકી છે. ઝૈન માત્ર કેટલાક મહિનાઓનો જ છે. પરંતુ તેનો ફોટો જોઈને લાગી રહ્યું છે કે તે ખૂબ જ કેમેરા ફ્રેન્ડલી છે. ઈન્સ્ટા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં ઝૈને એક સફેદ ટી- શર્ટ પહેર્યું છે અને પોતાના લાંબા વાળોમાં હેરબેન્ડ લગાવેલી છે. ફોટોની ખાસ વાત એ છે કે ઝૈનની નજર કેમેરા તરફ જ છે.

 
 
 
View this post on Instagram

“You’ve got this Mama” 🌈 #babybear #zizou

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) onJul 12, 2019 at 4:42am PDT


ઝૈનની આ તસવીર મુકીને મીરાએ કેપ્શન આપ્યું છે કે, 'મમ્મા, તમારું આ મળી ગયું.' ફોટો શેર કરતાની સાથે જ તેના પર લાઈક્સ અને કમેન્ટ્સ આવવા લાગી. શાહિદની માતા નીલિમા અઝીમે કમેન્ટ કરતા લખ્યું કે, 'મેરી જાન બાબૂશા'. સાથે જ કિયારા અડવાણીએ પણ ઈમોજીથી પોસ્ટ પર કમેન્ટ કરી છે.

આ પણ જુઓઃ પોતાની ક્યૂટ સ્માઈલથી લોકોના દિલ જીતી લે છે 'બસ ચા સુધી' ફેમ જીનલ બેલાણી

કેટલાક દિવસો પહેલા મીરાએ ઝૈન અને મીશાનો સમુદ્ર કિનારાથી આ ફોટો પોસ્ટ કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK