પાકિસ્તાનમાં મુશર્રફના સંબધીના લગ્નમાં મિકાએ કર્યું પર્ફોમ, લગાવાયો પ્રતિબંધ

Published: Aug 14, 2019, 12:08 IST | મુંબઈ

પંજાબી પૉપ સિંગર મીકા સિંહને પાકિસ્તાનમાં પર્ફોમ કરવું ભારે પડ્યું છે. મીકા સિંહનો પાકિસ્તામાં ગીત ગાવાનો વીડિોય સામે આવ્યા બાદ દેશભરમાં તેની ટીકા થઈ રહી છે.

File Photo
File Photo

પંજાબી પૉપ સિંગર મીકા સિંહને પાકિસ્તાનમાં પર્ફોમ કરવું ભારે પડ્યું છે. મીકા સિંહનો પાકિસ્તામાં ગીત ગાવાનો વીડિોય સામે આવ્યા બાદ દેશભરમાં તેની ટીકા થઈ રહી છે. હવે ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશન તેમના પર પ્રતિબંધ મૂકી દીધો છે. મીકા સિંહનો આ વીડિયો ત્યારે સામે આવ્યો છે, જ્યારે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 470 હટ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો કથળ્યા છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે એસોસિયેશન તરફથી એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે તેઓ મીકા સિંહ સાથે કામ કરવાની પરવાનગી નહીં આપે. સાથે જ એસોસિયેશન એ આ મામલે સૂચના અને પ્રસારમ મંત્રાલયને પણ ધ્યાન આપવા અનુરોધ કર્યો છે. એસોસિયેશને મિકા સિંહ પર પ્રતિબંધ લગાવવાની સાથે જ તેમનો બહિષ્કાર કરવાની પણ જાહેરાત કરી છે. એસોસિયેશનનું કહેવું છે કે હાલની સ્થિતિમાં પૈસા માટે આ રીતે કામ કરવું ખોટું છે.

ઉલ્લેખનીય છે કે મીકા સિંહ પર કરાચીમાં એક અરબપતિના લગ્નમાં બોલીવુડના ગીતો પર પર્ફોમ કરવાનો આરોપ છે. અને આ અરબપતિ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના સંબંધી છે. જો કે આ વાતના પુરાવા નથી કે આ વીડિયો પાકિસ્તાનનો જ છે કે નહીં અને ક્યારનો છે ? બીજી તરફ મિકા સિંહનો વીડિયો આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો રોષે ભરાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Veronica Gautam:ગુજરાતી ફિલ્મોની દિશા બદલનાર ફિલ્મ 'કેવી રીતે જઈશ'ની આયુષી યાદ છે ? 

વીડિયોમાં મિકા જુમ્મે કી રાત ગીત ગાતા દેખાઈ રહ્યા છે, જેના પર મહેમાનો નાચે છે. આ વીડિયોને કારમે પાકિસ્તાનમાં પણ રાજકારણ ગરમાયું છે. કેટલાક પાકિસ્તાની રાજકારણીઓએ પણ ટ્વિટર પર આ વીડિયો શૅર કર્યો છે. મળતી માહિતી પ્રમાણે મિકા સિંહ 14 લોકોની ટીમ સાથે પાકિસ્તાન ગયા હતા. અને આ પર્ફોમન્સ 8 ઓગસ્ટની રાતનું છે. ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 370 હટ્યા બાદ પાકિસ્તાને ભારતીય ફિલ્મોની રિલીઝ અટકાવી દીધી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK