રણબીરે નર્ગિસને 20000 ફૂટ ઉંચે આપી સરપ્રાઈઝ પાર્ટી

Published: 21st October, 2011 18:49 IST

રણબીર કપૂર સાથેની ‘રૉકસ્ટાર’થી બૉલીવુડમાં પહેલી ફિલ્મ કરી રહેલી હાફ ચેક હાફ પાકિસ્તાની ઍક્ટ્રેસ નર્ગિસ ફખરીનો ગઈ કાલનો જન્મદિવસ તેના માટે વર્ષો સુધી યાદ રહી જાય એવો બની ગયો હતો. રણબીર દ્વારા પ્રાઇવેટ જેટમાં આપવામાં આવેલી જમીનથી વીસ હજાર ફૂટ ઉપરની સરપ્રાઇઝ પાર્ટી આની પાછળનું કારણ હતું.

 

 

રણબીર, નર્ગિસ, સિંગર મોહિત ચૌહાણ અને પ્રોડ્યુસર અષ્ટવિનાયકના હિરેન ગાંધી નાગપુરની એક ઇવેન્ટમાં ‘રૉકસ્ટાર’ના પ્રમોશન માટે જઈ રહ્યાં હતાં. રણબીરે પહેલાંથી જ નર્ગિસના બર્થ-ડેના સ્પેશ્યલ સેલિબ્રેશન માટેનો પ્લાન ઘડી કાઢ્યો હતો. બધાને નર્ગિસના જન્મદિવસની ખબર હતી અને મુંબઈ ઍરપોર્ટ પર તેને અભિનંદન પણ આપવામાં આવ્યાં હતાં, પણ આ પાર્ટી તેના માટે સરપ્રાઇઝ રાખવામાં આવી હતી.

રણબીરે તેના માટે ચૉકલેટ-કેકનો ઑર્ડર આપી દીધો હતો અને કોઈને જાણકારી થાય એ પહેલાં જ ઍરક્રાફ્ટમાં તેણે બધી વ્યવસ્થા કરી રાખી હતી. નર્ગિસ તેની સીટ પર બેઠી હતી ત્યારે સ્ટાફની કોઈ વ્યક્તિએ તેને કામ માટે બહારની કૅબિનમાં બોલાવી હતી અને જ્યારે તે અંદર આવી ત્યારે તેને આ સરપ્રાઇઝ આપવામાં આવી હતી.

 

 

પોતાની ખુશી વ્યક્ત કરતાં નર્ગિસ કહે છે, ‘કેક કાપતી વખતે હું ઘણી ઇમોશનલ થઈ ગઈ હતી. રણબીરે આ સરપ્રાઇઝ આપીને મને ખૂબ ખુશ કરી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK