Met Gala 2019: પ્રિયંકાનો લૂક થઈ રહ્યો છે ટ્રોલ, તુલના થઈ વિરપ્પની મૂછો સાથે

મુંબઈ | May 07, 2019, 12:40 IST

મેટ ગાલા 2019માં પ્રિયંકા ચોપરાનો લૂક વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તેના લૂકને લઈને મજાક કરી રહ્યા છે.

Met Gala 2019: પ્રિયંકાનો લૂક થઈ રહ્યો છે ટ્રોલ, તુલના થઈ વિરપ્પની મૂછો સાથે
પ્રિયંકાનો આ લૂક થઈ રહ્યો છે વાયરલ

મેટ ગાલાના રેડ કાર્પેટ પર બોલીવુડની બે ટૉપ અભિનેત્રીઓએ માહોલ બનાવી દીધો. મેટ ગાલામાં પ્રિયંકા પતિ નિક જોનાસ સાથે નજર આવી તો દીપિકા પોતાના લૂકથી ત્યાં હાજર દરેક લોકોના દિલ જીતી લીધા. મેટ ગાલામાં બંનેના ફોટોસ વાયરલ થઈ રહ્યા છે. બંનેના લૂકની ચર્ચા થઈ રહી છે.

 
 
 
View this post on Instagram

Met 2019

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onMay 6, 2019 at 8:54pm PDT


જો કે, દીપિકાના લૂકના વખાણ થઈ રહ્યા છે જ્યારે પ્રિયંકાના લૂકની મજાક કરવામાં આવી રહી છે. પ્રિયંકા મેટ ગાલાના રેડ કાર્પેટ પર નિક જોનાસ સાથે બીજી વાર ઉતરી છે. આ પહેલા બંને એકસાથે 2017ના મેટ ગાલામાં એક સાથે નજર આવ્યા હતા જ્યાં બંનેની લવ સ્ટોરીની શરૂઆત થઈ હતી.

આ વખતે પ્રિંયકાએ ઑફ વ્હાઈટ કલરનું ગાઉન પહેર્યું છે. ત્યાં જ નિકે વ્હાઈટ કલરનું સૂટ પહેર્યું છે. પ્રિયંકાએ ગાઉનને ખૂબ જ સારી રીતે કૅરી કર્યું છે. પરંતુ તેના મેકઅપ અને હેર સ્ટાઈલની સોશિયલ મીડિયા પર મજાક બનાવવામાં આવી રહી છે. કોઈ તેના લૂકને કહી રહ્યું છે કે, 'સપનામાં પણ આવીને ડરાવશે કે શું?' જો કે કેટલાક લોકો આ લૂકના વખાણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે મેટ ગાલાની થીમ જ એવી હોય છે. તેના હિસાબથી આ લૂક એકદમ યોગ્ય છે.

કેટલાક લોકોએ તો પ્રિયંકાના આ લૂકની તુલના વિરપ્પનની મૂછો સાથે પણ કરી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK