મેન્ટલ હૈ ક્યા:રાજકુમાર રાવ અને કંગના રનૌતની ફિલ્મનું પોસ્ટર રિલીઝ

Apr 17, 2019, 11:55 IST

મણિકર્ણિકા બાદ કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ મેન્ટલ હૈ ક્યાનું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યુ છે.

મેન્ટલ હૈ ક્યા:રાજકુમાર રાવ અને કંગના રનૌતની ફિલ્મનું પોસ્ટર રિલીઝ
ફિલ્મનું પોસ્ટર થયું રિલીઝ

મણિકર્ણિકા બાદ કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ છે મેન્ટલ હૈ ક્યા. ફિલ્મમાં કંગના રનૌતની સાથે ટેલન્ટેડ એક્ટર રાજકુમાર રાવ છે. રાજકુમાર રાવ અને કંગના સ્ટારર આ ફિલ્મનું પોસ્ટર રિવીલ થઈ ચક્યુ છે. ફિલ્મ 21 જૂને થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ એક ડાર્ક કોમેડી ફિલ્મ છે, જેમાં થ્રિલ પણ છે. એટલે મેકર્સે ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન માટે એક મહિનો ફાળવ્યો છે. આ થ્રિલર ફિ્લમને એડીટ કરવામાં મેકર્સ ખાસ ધ્યાન આપી રહ્યા છે.

 

માર્ચમાં જ્યારે મેન્ટલ હૈ ક્યાનો ફર્સ્ટ લૂક રિવીલ થયો ત્યારથી જ ફિલ્મને લઈ દર્શકોની ઉત્તેજના વધી છે. નામ પરથી લાગે છે કે ફિલ્મ મેન્ટલ ટ્રિટમેન્ટ પર આધારિત હોઈ શકે છે. પ્રકાશ કોવેલામુડીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ 29 માર્ચે રિલીઝ થવાની હતી, જો કે બાદમાં ફિલ્મ મે સુધી પાછી ઠેલાઈ.

મિડ ડેના સૂત્રો પ્રમાણે,'મણિકર્ણિકાની સફળતા બાદ કંગના રનૌત પોતાની બીજી ફિલ્મ વચ્ચે થોડો સમય રાખવા માગતી હતી. મેન્ટલ હૈ ક્યા મણિકર્ણિકાની રિલીઝના 2 મહિના બાદ રિલીઝ થઈ રહી છે. જેથી કંગનાએ તરત જ ફિલ્મના પ્રમોશન માટે સમય ફાળવો પડત. પરિણામે કંગનાએ મેકર્સ ફિલ્મ થોડી લેટ રિલીઝ કર

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK