Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાનને મારવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ

સલમાનને મારવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ

04 October, 2019 01:09 PM IST | જયપુર

સલમાનને મારવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાનને થોડા દિવસો અગાઉ સોશ્યલ મીડિયામાં મારી નાખવાની ધમકી આપનાર એક આરોપીની ધરપકડ થઈ ગઈ છે. તેનું નામ જૅકી બિશ્નોઈ છે. જૅકીએ લૉરેન્સના નામે ફૅસબુકનુ અકાઉન્ટ ચલાવે છે. એના માધ્યમથી તેણે સલમાનને ધમકી આપી હતી. જેથી કરીને તેના પર નહીં પરંતુ જોધપુરની લૉરેન્સ ગ્રુપ પર શંકા જાય. તેની ધરપકડ વખતે તેની સાથે તેનો સાથી જગદીશ પણ હતો. આ બન્ને ગાડીઓની ચોરી કરીને ડ્રગ્સની સ્મગ્લિંગ પણ કરે છે. પોલીસે તેમને મોંઘી કાર ચલાવતા જોયા હતાં. એથી પોલીસને તેમનાં પર શંકા ગઈ હતી. તેમને અટકાવીને સવાલો પૂછવામાં આવતા આ આખાય પ્રકરણનો ખૂલાસો થયો હતો.

આ પણ વાંચો : ફિલ્મ-રિવ્યુ - સૈરા નરસિંહા રેડ્ડી - દેશભક્તની કાલ્પનિક કહાની



આ બન્ને વિરુદ્ધ કાર ચોરી અને ડ્રગ્સની સ્મગ્લિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. જોકે એ વાતનો ખૂલાસો બાદમાં થયો હતો કે તેણે સલમાન ખાનને સોશ્યલ મીડિયામાં ધમકી આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2019 01:09 PM IST | જયપુર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK