અમિતાભ બચ્ચને લીધી નવી વિન્ટેજ કાર

Published: Mar 09, 2020, 15:22 IST | Mumbai

કાર સાથેનો ફોટો શેર કરતાં બિગ બી થયા ઈમોશનલ, મુંબઈના રસ્તાઓ પર વિન્ટેજ કાર ચલાવ્ત નજરે પડ્યા

અમિતાભ બચ્ચન નવી કાર સાથે
અમિતાભ બચ્ચન નવી કાર સાથે

અમિતાભ બચ્ચનને કારનો બહુ શોખ છે અને તેમની પાસે કારનું કલેક્શન પણ છે. હવે આ કલેક્શનમાં એક વિન્ટેજ કારનો પણ સમાવેશ થઈ ગયો છે. બિગ બી એ નવી પીળી ફોર્ડ સાથેનો ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો અને પોતાનો અનુભવ પણ જણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું સ્પીચલેસ છું. મારે મારા ભાવ વ્યક્ત કરવાના પ્રયત્નો કરી રહ્યો છું પણ નથી થતાં.'

બિગ બી નવી રવિવારે સાંજે આ કાર મુંબઈના રસ્તાઓ પર ચલાવતા જોવા મળ્યા હતા. તેમની નવી કાર 'ફોર્ડ પ્રીફેક્ટ' પીળા રંગની છે. ફોર્ડ પ્રીફેક્ટનું ઉત્પાદન ૧૯૩૮ થી ૧૯૬૧ દરમ્યાન કરવામાં આવતું હતું. પરંતુ આ ખાસ મૉડલ ૧૯૫૦ ના દશકમાં તૈયાર કરવામાં આવ્યું હતું. તે સમયે આ કારને યુનાઈટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, યુએસ, ન્યુ ઝીલેન્ડ, અર્જેન્ટિના અને કેનેડામાં વેચવામાં આવતી હતી. આ કારમાં ૧.૨ લિટર પેટ્રોલ એન્જીન લગાડવામાં આવ્યું છે અને ૩સ્પીડ મૅન્યુલ ગિયરબોક્સ પણ છે. તે સમયે બ્રિટનમાં આ કાર સૌથી સસ્તી ચાર દરવાજા વાળી કાર હતી. ફોર્ડ પ્રીફેક્ટ મહત્તમ ગતિ ૯૮ કિમી પ્રતિ કલાક તથા ૦ થી ૮૦ કિમી પ્રતિ કલાકની ગતિ પ્રાપ્ત કરવા માટે ૨૨.૮ સેકેન્ડનો સમય લે છે. પરંતુ અમિતાભ બચ્ચને આ કારમાં કેટલા ફેરફાર કર્યા છે એ વિષે હજી કોઈ માહિતી નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK