Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જોઈ લો જુનિયર સલમાન

જોઈ લો જુનિયર સલમાન

13 November, 2014 03:35 AM IST |

જોઈ લો જુનિયર સલમાન

જોઈ લો જુનિયર સલમાન



najeem khaan




બીજી નવેમ્બરે દિલ્હીમાં ‘બજરંગી ભાઈજાન’નું શૂટિંગ શરૂ કરવાનો દિવસ હતો ને એ દિવસ સુધી કબીર ખાન સલમાન ખાનનું યંગર વર્ઝન શોધી રહ્યો હતો, પણ એમાં સફળ નહોતો થયો. એવામાં ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટરે સોશ્યલ મીડિયા પર કરેલી જાહેરાતને લીધે કબીર ખાનને સલમાનનું યંગર વર્ઝન મળી ગયું હતું. તેનું નામ છે નજીમ ખાન જે અફઘાનિસ્તાનનો રહેવાસી છે અને દિલ્હીમાં છેલ્લાં બે વર્ષથી મૉડલિંગ કરે છે.

કાસ્ટિંગ ડિરેક્ટરે ઑનલાઇન કરેલી જાહેરાત નજીમે જોઈ હતી. ત્યાર બાદ તેણે ફિલ્મની ટીમનો સંપર્ક કરીને જરૂરી રોલ માટે ઑડિશન પણ આપ્યું હતું જેમાં તે સફળ રહ્યો. ઑડિશનમાં પાસ થયેલા નજીમે સલમાન સાથે મળીને બે દિવસનું શૂટિંગ પણ કરી લીધું છે. સલમાનની બૉડી-લૅન્ગ્વેજ અને એક્સપ્રેશનનું નજીમ પૂરેપૂરું અવલોકન કરતો હતો જેના કારણે તેને ફિલ્મમાં સલમાન સાથે કામ કરવા માટે પસંદ કરવામાં આવ્યો. જ્યારે નજીમે સલમાનને કહ્યું કે તેને પોતાની કરીઅર તરીકે ઍક્ટિંગનું ક્ષેત્ર પસંદ કરવાની પ્રેરણા સલમાન પાસેથી જ મળી છે તો એ સમયે જ સલમાને તેને ગળે વળગીને હાર્ડ વર્ક કરવા માટે કહ્યું હતું. સલમાન સાથે ફિલ્મમાં કામ કરીને નજીમ ઘણો ખુશ છે.


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2014 03:35 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK