Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિરલ રબારીઃ મળો આ નાનકડા ગુજ્જુ રોકસ્ટારને જેનો અનોખો છે Swag

વિરલ રબારીઃ મળો આ નાનકડા ગુજ્જુ રોકસ્ટારને જેનો અનોખો છે Swag

23 April, 2019 03:39 PM IST | અમદાવાદ
ફાલ્ગુની લાખાણી

વિરલ રબારીઃ મળો આ નાનકડા ગુજ્જુ રોકસ્ટારને જેનો અનોખો છે Swag

આ છે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો નાનકડો રોકસ્ટાર(તસવીર સૌજન્યઃ વિરલ રબારી ઈન્સ્ટાગ્રામ)

આ છે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો નાનકડો રોકસ્ટાર(તસવીર સૌજન્યઃ વિરલ રબારી ઈન્સ્ટાગ્રામ)


તમને યાદ છે કિંજલ દવેના જાણીતા ગીત 'ચાર ચાર બંગડી વાળી ગાડી'નો એ વીરો વિરલ? એ જ છોકરો જે આ ગીતમાં ચમક્યો હતો અને લોકોને દિલ જીતી લીધા હતા. તેનું સાચું નામ પણ વિરલ જ છે. આખું નામ વિરલ મનુભાઈ રબારી. જાણીતા ગીતકાર મનુભાઈ રબારીનો પુત્ર. રીલ લાઈફમાં ખૂબ જ ક્યૂટ લાગતો વિરલ રીઅલ લાઈફમાં પણ એટલો જ ક્યૂટ અને મસ્તીખોર છે. અને સોશિયલ મીડિયા પર તો ભાઈ તેમનો સ્વૅગ જ અલગ છે.

સ્ટડી અને એક્ટિંગ બંનેને મેનેજ કરે છે વિરલ
વિરલે હમણાં જ નવમાં ધોરણની પરીક્ષા આપી છે. એક્ટિંગ વિરલનો શોખ છે પરંતુ તે ભણવા પર પણ એટલું જ ધ્યાન આપે છે. તેની ટીમ અને પરિવાર પણ તેના અભ્યાસમાં ખલેલ ન પડે તેનું ધ્યાન રાખે છે.

ઑફ સ્ક્રીન પર મસ્તીખોર છે વિરલ
વિરલ જેટલા ઑન સ્ક્રીન મસ્તીખોર દેખાય છે એટલા જ ઑફ સ્ક્રીન મસ્તીખોર છે. સેટ પર વિરલની હાજરીથી એક એનર્જી આવી જાય છે. તે સેટ પર તમામ લોકો સાથે મસ્તી કરીને તેમને હસાવતો રહે છે. તે લોકો સાથે તરત જ હળીમળી જાય છે.

VIRAL RABARI



(તસવીર સૌજન્યઃ વિરલ રબારી ઈન્સ્ટાગ્રામ)


શૂટિંગ સમયે વિરલનો હોય છે અલગ જ રૂઆબ
વિરલ વિશે વાત કરતા તેમના પિતા મનુભાઈ કહે છે કે, તે જ્યારે શૂટિંગ પર આવે છે ત્યારે તેનો રૂઆબ જ કાંઈક અલગ હોય છે. તેને શીખવવું નથી પડતું. સિચ્યુએશન સમજાવી દો એટલે તે ડાયરેક્શન અનુસાર એક્ટિંગ અને સ્ટેપ્સ કરે છે.

ટેક સૅવી છે વિરલ
વિરલને ટેક્નોલોજીમાં પણ ખૂબ જ રસ છે. તેમની ચેનલ VM ડિજિટલ પણ યૂટ્યૂબ પર વિરલે જાતે જ ચાલુ કરી હતી. અને તેમાં ગીત પોસ્ટ કર્યું જેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું. હવે તો તેની બાકાયદા ચેનલ બની ગઈ છે. અને તેને ગણતરીના જ દિવસોમાં હજારો સબસ્ક્રાઈબર બની ગયા છે.

VIRAL RABARI


(તસવીર સૌજન્યઃ વિરલ રબારી ઈન્સ્ટાગ્રામ)

વિરલને બનવું છે હીરો
આ નાનકડા રોકસ્ટારને ભવિષ્યમાં હીરો બનવું છે. વિરલ મલ્ટી ટેલેન્ટેડ છે. તે સારો એવો પિયાનો પણ વગાડી જાણે છે. મોટો થઈને તેને જાણીતો સિંગર અને એક્ટર બનવા માંગે છે.

ઈન્ડસ્ટ્રીનો લકી ચાર્મ છે વિરલ
વિરલને પહેલી સફળતા ચાર ચાર બંગડી વાળી ગાડીથી મળી હતી. તે સમયે તેની ઉંમર માત્ર 10 વર્ષની જ હતી. એ બાદ વિરલે ગીતા રબારી, રાજલ બારોટ સહિતના જાણીતા ગાયકો સાથે કામ કર્યું છે. અને આ તમામ ગીતો હિટ રહ્યા છે. જેથી ઈન્ડસ્ટ્રીમાં વિરલને લકી ચાર્મ માનવામાં આવે છે.

KINJAL DAVE AND VIRAL

(તસવીર સૌજન્યઃ વિરલ રબારી ઈન્સ્ટાગ્રામ)

કિંજલ દવેનો લાડકો વીરો છે વિરલ
કિંજલ દવે સાથે કારકીર્દિની શરૂઆત કરનાર વિરલ રીઅલ લાઈફમાં પણ કિંજલને પોતાની બહેન માને છે. કિંજલ વિરલને રાખડી પણ બાંધે છે.

આ પણ વાંચોઃ વિરલ રબારીઃ આ છોકરો છે ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનો 'લકી ચાર્મ'

પોતાના સ્ટાઈલ જાતે ચૂઝ કરે છે વિરલ
વિરલની ફેશન સેન્સ અને સ્ટાઈલ પણ ગજબની છે. તે પોતાના કપડાનું સિલેક્શન પણ જાતે કરે છે. કપડાં ક્યા પહેરવા પણ તે જ નક્કી કરે છે. વિરલ ફોટોસનો પણ શોખીને છે. અલગ અલગ સ્ટાઈલમાં તે ફોટો પણ પડાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો રહે છે. તેનો સ્વૅગ પણ અનોખો છે. અને એટલે જ તો છે ગુજરાતી ઈન્ડસ્ટ્રીનો લાડલો, નાનકડો રોકસ્ટાર.

Whatsapp-channel Whatsapp-channel

23 April, 2019 03:39 PM IST | અમદાવાદ | ફાલ્ગુની લાખાણી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK