Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જાહ્નવી કપૂર સાથે આ છોકરો કોણ છે?

જાહ્નવી કપૂર સાથે આ છોકરો કોણ છે?

19 February, 2017 05:28 AM IST |

જાહ્નવી કપૂર સાથે આ છોકરો કોણ છે?

જાહ્નવી કપૂર સાથે આ છોકરો કોણ છે?


jhanvi kapoor







હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર ત્રણ સેકન્ડનો એક વિડિયો શૅર કર્યો છે, જેમાં તે ડાન્સ કરી રહી છે. જાહ્નવી હાલમાં જ તેના પરિવાર સાથે અબુ ધાબીમાં એક લગ્નમાં હાજરી આપવા માટે ગઈ હતી. આ લગ્નમાં તે ડાન્સ કરી રહી હતી ત્યારે તેની કમર તરફ ઇશારો કરીને એક છોકરો તેની સાથે ડાન્સ કરતો દેખાઈ રહ્યો છે. આ છોકરાનું નામ અક્ષત રાજન છે અને તેને જાહ્નવી ડેટ કરી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. બોની કપૂર, શ્રીદેવી અને અક્ષત સાથેનો ફોટો પણ જાહ્નવીએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. જોકે જાહ્નવી અને અક્ષતના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના તમામ ફોટો જોઈને કહેવું મુશ્કેલ છે કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં છે કે બેસ્ટ ફ્રેન્ડ છે. જાહ્નવી અગાઉ પૉલિટિશ્યન સુશીલ કુમાર શિંદેના દોહિત્ર શિખર પહારિયાને ડેટ કરી રહી હતી એવી ચર્ચા પણ ચાલી હતી અને તેમનો કિસ કરતો ફોટો પણ વાઇરલ થયો હતો. જોકે અક્ષત ફક્ત જાહ્નવી સાથે જ જોવા મળ્યો હતો એવું નથી, અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા સાથે પણ તે ઘણી વાર જોવા મળ્યો છે. તેઓ બન્ને ખૂબ જ સારા મિત્રો છે. અક્ષત અને જાહ્નવીએ સાથે સ્ટડી કર્યો હોવાથી તેઓ બેસ્ટ ફ્રેન્ડ હોય એ પણ શક્ય છે અને તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં હોય એ પણ શક્ય છે.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2017 05:28 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK