મળો અભય 2ના વિચિત્ર વિલન ચંકી પાંડેને

Published: Jul 23, 2020, 22:50 IST | Mumbai correspondent | Ahmedabad

કુણાલ ખેમુ સ્ટારર ઝીફાઇવની વખણાયેલી સિરીઝ અભયની બીજી સીઝનમાં ટીવી-અભિનેતા રામ કપૂર પણ વિલનના રોલમાં જોવા મળશે

અભય-2
અભય-2

ઝીફાઇવની ક્રાઇમ-થ્રિલર સિરીઝ ‘અભય’ની બીજી સીઝન ૧૪ ઑગસ્ટે રિલીઝ થવાની છે અને આ વખતે અભિનેતા ચંકી પાંડે એક સાયકો-કિલર તરીકે જોવા મળશે. આ શોમાં કુણાલ ખેમુ ઇન્વેસસ્ટિગેટિંગ ઑફિસર અભય પ્રતાપ સિંહના લીડ રોલમાં છે અને બીજી સીઝનમાં ચંકી ઉપરાંત ટીવી-કલાકાર રામ કપૂર પણ વિલન તરીકે જોવા મળશે. ચંકી પાંડે આ સિરીઝથી ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે અને ‘અભય 2’ માટે અભિનેતાએ કમ્પ્લીટ મેકઓવર કર્યું છે. ચંકી એક નિર્દોષ અને શાંત દેખાતા કૉમન-મૅન તરીકે જોવા મળશે જેના ચહેરા પાછળ એક ખૂંખાર કિલર છુપાયો છે. ચંકીનું પાત્ર કહાનીના ‘બૉબ વિશ્વાસ’ના પાત્રની યાદ અપાવે છે.
ચંકીએ છેલ્લે ‘બેગમજાન’ અને ‘સાહો’ જેવી ફિલ્મોમાં વિલનનો રોલ કર્યો છે પણ ‘અભય 2’નો વિલન આ બન્ને કરતાં ભયાનક હશે એમ અભિનેતાનું કહેવું છે. ચંકી પાંડેએ જણાવ્યા મુજબ ‘અભય 2’થી હું ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છું અને આવો રોલ મેં અગાઉ ક્યારેય નથી ભજવ્યો. મારું પાત્ર સામાન્ય દેખાવ ધરાવે છે, પણ તેની આદમખોર વૃત્તિને પોષવા તે કંઈ પણ કરી શકે છે!’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK