મેં રણબીર અને ઇમરાન કરતાં વધુ અચીવ કર્યું છે : નીલ નીતિન મુકેશ

Published: 28th December, 2011 05:37 IST

ગાયકોની ફૅમિલીમાંથી આવેલો નીલ માને છે તે આસાનીથી સંગીત સાથે જોડાઈ શકે એમ હતો, પણ તેણે પ્રથમ પ્રેમ ઍક્ટિંગને જ વધુ મહkવ આપીને પોતાનો રસ્તો બનાવ્યોનીલ નીતિન મુકેશ થોડા દિવસમાં રિલીઝ થનારી ‘પ્લેયર્સ’ સાથે આવી રહ્યો છે. યુવા ઍક્ટર તરીકે જોવા જઈએ તો તેણે કરીઅરમાં પોતાની પસંદ અને ફિલ્મમાં સ્ટોરીને સૌથી વધુ મહkવ આપ્યું હોય એવું લાગી રહ્યું છે. આ વર્ષે માત્ર એક જ ફિલ્મ ‘સાત ખૂન માફ’માં પણ નાનકડો રોલ કરનારા નીલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારી સરખામણી ફિલ્મજગતના કોઈ યુવા કલાકાર સાથે ન થવી જોઈએ, કારણ કે મેં જે રસ્તો પસંદ કર્યો છે એ સંપૂર્ણ અલગ છે અને એમાં કામ વડે પોતે સફળતા પ્રાપ્ત કરી છે.’

એક ઇન્ટરવ્યુ દરમ્યાન નીલને અત્યારના ટોચના યુવાકલાકારો રણબીર કપૂર અને ઇમરાન ખાન સાથેની તેની સરખામણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે મને આ સરખામણીથી કોઈ ફરક નથી પડતો, કારણ કે નંબર વન હોવા કરતાં મારા કામની કરવામાં આવતી પ્રશંસા જ મને વધુ ખુશી આપે છે. એમ છતાં તેણે કહ્યું હતું કે જો રણબીર અને ઇમરાન સાથે મારી સરખામણી થતી હોય તો મેં વધુ અચીવ કર્યું છે. આ માટેનું કારણ આપતાં તેણે કહ્યું હતું કે મારા દાદા મુકેશ અને પિતા નીતિન મુકેશ ગાયકો તરીકે સફળ હતા અને મને પણ સંગીતનું ઘણું જ્ઞાન છે અને મારા પ્રોડક્શન હેઠળની પહેલી ફિલ્મમાં હું જ સંગીત આપવાનો છું તથા ગીતો ગાવાનો છું. જોકે તેણે કહ્યું હતું કે ‘મેં મારા પ્રથમ પ્રેમ ઍક્ટિંગને વધુ મહkવ આપીને લાંબો રસ્તો પસંદ કર્યો હતો અને અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ શરૂ કર્યું હતું. હું એમ પણ માનું છું કે બૉલીવુડમાં રોલ અપાવવા માટે મારી પાસે કોઈ ગૉડફાધર કે ગુરુ નહોતા અને મારે મારી રીતે જ રસ્તો બનાવવો પડ્યો હતો, જ્યારે રણબીર કે ઇમરાનના કેસમાં આવું નહોતું. આને કારણે જ હું માનું છું કે મારી ઍક્ટિંગ-કરીઅરમાં અત્યારે જ્યાં છું એમાં ખૂબ જ ખુશ છું.’

અભિષેક બચ્ચન, બિપાશા બાસુ, સોનમ કપૂર, બૉબી દેઓલ અને સિકંદર ખેર સાથેની ‘પ્લેયર્સ’માં નીલ સોનાનો મોટો જથ્થો ચોરતી એક ટીમના કમ્પ્યુટરના જિનિયસના રોલમાં જોવા મળશે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK