Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > તેરી લાડલી મૈંમાં મોટી બિટ્ટુ બનશે મયૂરી કાપડાને

તેરી લાડલી મૈંમાં મોટી બિટ્ટુ બનશે મયૂરી કાપડાને

06 January, 2021 07:43 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેરી લાડલી મૈંમાં મોટી બિટ્ટુ બનશે મયૂરી કાપડાને

મયૂરી કાપડાને

મયૂરી કાપડાને


સ્ટાર ભારતના નવા શો ‘તેરી લાડલી મૈં’માં દિવ્યાંગ દીકરી બિટ્ટુની વાત કરવામાં આવી છે. આ બિટ્ટુને બે રૂપમાં દેખાડવામાં આવશે. એક બાળકના સ્વરૂપમાં અને બીજી ટીનેજ અવસ્થામાં. બાળક અવસ્થામાં તો ઑલરેડી બિટ્ટુ મળી ગઈ હતી, પણ ફાઇનલી હવે શો માટે ટીનેજ ઉંમરની બિટ્ટુ પણ મળી ગઈ છે. આ ટીનેજ દિવ્યાંગ બિટ્ટુનું કૅરૅક્ટર મયૂરી કાપડાને કરશે. મયૂરીની આ પહેલી હિન્દી સિરિયલ છે. મયૂરી કહે છે, ‘પહેલી જ સિરિયલમાં આવો ચૅલેન્જિંગ રોલ ખરેખર ટેન્શન કરાવે એવું છે, પણ હું મારું બેસ્ટ પર્ફોર્મ કરીશ, જેને માટે મેં અત્યારથી જ સાઇન લૅન્ગ્વેજ શીખવાનું પણ શરૂ કરી દીધું છે.’

બિટ્ટુ બધિર છે. બિટ્ટુ અને તેના પપ્પા વચ્ચે કોઈ સંબંધ નથી અને બિટ્ટુ તેના પપ્પાના પ્રેમ માટે રીતસર તડપે છે. પપ્પાને પામવા માટે તે અથાક પ્રયાસ કરે છે. બિટ્ટુની એક જ ઇચ્છા છે કે તેના ભાઈને જેટલો પ્રેમ પપ્પા કરે છે એટલો જ પ્રેમ પપ્પા તેને પણ કરે, જેને માટે બિટ્ટુ કોઈ પણ હદે જવા તૈયાર છે. પિતાને પામવાના આ પ્રયાસની વાત ‘તેરી લાડલી મૈં’ દેખાડવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2021 07:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK