Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > થઈ જાઓ તૈયાર..મયુર ચૌહાણ લઈને આવી રહ્યા છે 'થપ્પો'

થઈ જાઓ તૈયાર..મયુર ચૌહાણ લઈને આવી રહ્યા છે 'થપ્પો'

26 October, 2019 04:27 PM IST | મુંબઈ

થઈ જાઓ તૈયાર..મયુર ચૌહાણ લઈને આવી રહ્યા છે 'થપ્પો'

મયુર ચૌહાણ(તસવીર સૌજન્યઃ મયુર ચૌહાણ ફેસબુક)

મયુર ચૌહાણ(તસવીર સૌજન્યઃ મયુર ચૌહાણ ફેસબુક)


માઈકલ એટલે કે મયુર ચૌહાણે તેની નવી ફિલ્મની ધનતેરસના દિવસે જાહેરાત કરી. મયુર હવે ફિલ્મ થપ્પોમાં જોવા મળશે. ધનતેરકના દિવસે મયુરે તેના ચાહકોને આ ખુશખબરી આપી. પોતાની પોસ્ટમાં મયુરે લખ્યું છે કે તેઓ, આજના દિવસે એક સારા સમાચાર આપી રહ્યા છે અને સાથે તેમણે ફિલ્મનું નામ પણ જાહેર કર્યું. મયુરની પોસ્ટ પ્રમાણે થપ્પો એક સિચ્યુએશનલ કૉમેડી ફિલ્મ છે અને સાથે મયુરે એમ પણ કહ્યું કે, તેને આશા છે કે ફિલ્મ લોકોને પસંદ આવશે.

થપ્પો ફિલ્મ હેમિન ત્રિવેદી અને જયેશ મોરે(હા અભિનેતા જયેશ મોરે)એ લખી છે. ફિલ્મના ડાયરેક્ટર ધિરેન ગજ્જર છે. જ્યારે નિર્માતા એનલાઈફ એન્ટરટેઈમેન્ટ છે.

મયુર ચૌહાણ ફિલ્મ છેલ્લો દિવસમાં પોતાની ભૂમિકાથી જાણીતા થયા હતા. તેમનો ડાયલૉગ લોકોને આજ સુધી યાદ છે. જે બાદ તેઓ કરસનદાસ પે એન્ડ યૂઝમાં જોવા મળ્યા હતા. જેમાં તેમની ભૂમિકાને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. મયુર એટલે કે માઈકલ મચ્છુ હોનારત પરથી બનનારી ફિલ્મમાં પણ જોવા મળશે.

આ પણ જુઓઃ આ દિવાળીએ ગુજરાતી સેલેબ્સની જેમ તમે થાઓ તૈયાર, લાગશો એકદમ હેન્ડસમ..


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2019 04:27 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK