Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લાંબા સમય બાદ અજય દેવગણ અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે

લાંબા સમય બાદ અજય દેવગણ અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે

07 November, 2020 06:25 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લાંબા સમય બાદ અજય દેવગણ અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


અજય દેવગણ અને અમિતાભ બચ્ચનના ફૅન્સ માટે એક ગુડ ન્યૂઝ છે. ઘણા વર્ષો બાદ આ બંને અભિનેતા સાથે કામ કરશે.  અજય દેવગણ છેલ્લે બિગ બી સાથે 7 વર્ષ પહેલાં પ્રકાશ ઝાની ફિલ્મ 'સત્યાગ્રહ'માં દેખાયો હતો.

હવે અજય ડાયરેક્ટર તરીકે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'મેડે'માં કામ કરશે. તેમ જ ફિલ્મમાં અજય પાયલટના રોલમાં પણ છે. ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ડિસેમ્બરમાં શરૂ થશે. અજય અને અમિતાભ અગાઉ 'મેજર સાહબ’, 'ખાકી' અને 'સત્યાગ્રહ'માં સાથે દેખાયા હતા. આ ફિલ્મ આ બંને દિગ્ગ્જની જોડીની ચોથી ફિલ્મ છે.




અગાઉ અજય દેવગણ 'શિવાય' ફિલ્મ ડાયરેક્ટ કરી છે. હાલ અજય દેવગણ 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં પણ અજય એરફોર્સના પાયલટના રોલમાં છે. બિગ બી હાલ 'કૌન બનેગા કરોડપતિ'ના શૂટિંગમાં વ્યસ્ત છે.


આ પહેલાં અજય દેવગણે અમિતાભના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ 'મેજર સાહબ'ના અમુક સીન ડાયરેક્ટ કર્યા હતા. તે સમયે ડિરેક્ટર ટીનુ આનંદ અને અમિતાભ વચ્ચે મતભેદ થઇ ગયો હતો અને ટીનુ ફિલ્મ છોડીને જતા રહ્યા હતા. રાજકારણમાંથી પરત આવ્યા બાદ બિગ બી માટે આ ઘણી મહત્ત્વની ફિલ્મ હતી. ઓછા બજેટમાં તે ફિલ્મ પૂરી કરવા ઇચ્છતા હતા, આવામાં અજયે ડિરેક્શનની ઈચ્છા અમિતાભ સામે રાખી હતી. ત્યારબાદ પોતાના મિત્રોની મદદથી અજયે બાકીનું શૂટિંગ પૂરું કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

07 November, 2020 06:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK