ગુણવંતી ગુજરાતઃ આ 5 ગીતોથી જાણો ગુજરાતની ખાસિયતોને

Published: May 01, 2019, 12:04 IST | અમદાવાદ

ગુજરાત ગાંધીનું, ગુજરાત સરદારનું, ગુજરાત નર્મદનું, ગુજરાત નરસિંહનું, આવી તો ગુજરાતની સંખ્યાબંધ ખાસિયતો છે. આ તમામ ખાસિયતો એક સાથે જાણવી હોય તો સાંભળી લો આ પાંચ ગુજરાતી ગીતો.

પહેલી મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ. પહેલી 1960ના રોજ ગુજરાત મહારાષ્ટ્રથી અલગ પડ્યું. મજાકિયા અંદાજમાં કહીએ તો માંઈમાંથી માં અને આઈ છૂટા પડ્યા. મહાગુજરાત આંદોલન બાદ ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો. આજે આપણે જે ગુજરાતમાં રહીએ છે, તે મહાગુજરાતથી ખૂબ અલગ છે. કચ્છથી લઈને ડાંગ સુધી અને પંચમહાલથી લઈને પોરબંદર સુધી ગુજરાતની ખાસિયતો ઈતિહાસ અને ભૌગોલિક રીતે વિશિષ્ટ છે. ગુજરાતના કવિઓ અને ગીતકારોએ પણ બખૂબીથી તેને સાંકળી લીધી છે. 

તો આ પાંચ ગુજરાતી ગીતો સાંભળીને ફટાફટ માણી લો ગુજરાતને 

1) યશગાથા ગુજરાતની 

     

 ગુજરાતની યશગાથા જાણવી હોય તો આ ગીત એકવાર સાંભળવું જ જોઈએ. ગુજરાતના ઈતિહાસ અને ભૂગોળને કવિ રમેશ ગુપ્તાએ સુંદર રીતે આવરી લીધું છે. ગુજરાતના ઇતિહાસની અને સાહિત્યની યશકલગીઓને આ ગીતમાં આવરી લેવાઈ છે.

 

2) જીત્યું જીત્યું હંમેશા ગુજરાત

 

 એક સાથે 26 ગુજરાતી કલાકરોને ભેગા કરીને ફિલ્માવાયેલું આ ગીત તમારા રુંવાડા ઉભા કરી દેશે. ગુજરાતનો મિજાજ આ ગીતમાં બરાબર છલકાય છે. ગીતના શબ્દો તમને તાન ચડાવી દેશે. ગીત સાંભળીને ગુજરાતી હોવાના ગર્વથી છાતી ગજ ગજ ફૂલશે.  

3) સ્વર્ણિમ ગુજરાત

કિર્તી સંગાઠિયાએ ગાયેલા આ ગીતના વીડિયોમાં ગુજરાતની દરેક ખાસિયતોને આવરી લેવાઈ છે. ગીરના સિંહથી કાઠિયાવાડનો છકડો અને કચ્છનું રણ જોઈને ગુજરાતી તરીકે તમે ખુશ થઈ જશો.  

4) વણથંભ્યુ ગુજરાત 

 

 

ગુજરાતનો વિકાસ અને ગતિશીલ ગુજરાતની વાત આ ગીતમાં આવરી લેવાઈ છે. પીએમ મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને તેમની સરકારને 10 વર્ષ પૂરા થયા ત્યારે આ ગીત સરકાર દ્વારા રિલીઝ કરાયું હતું. આ ગીતમાં આમ તો સરકારની સિદ્ધિઓ છે, પરંતુ ગુજરાતીપણાંની પણ વાત છે. 

આ પણ વાંચોઃ ગુજરાત સ્થાપના દિવસઃઆજના દિવસે જ મુંબઈથી અલગ થયું હતું ગુજરાત, જાણો ઈતિહાસ

5) જય જય ગરવી ગુજરાત

ગાયક પિતા પુત્ર સંજય ઓઝા અને પાર્થ ઓઝાનું આ ગીત આજે જ યુટ્યુબ પર રિલીઝ થયું છે. મૂળ નર્મદે લખેલા આ ગીતને સંજય ઓઝા અને પાર્થ ઓઝાએ સુંદર રીતે રીક્રિએટ કર્યું છે. નર્મદે આ ગીતમાં સમગ્ર ગુજરાતને આવરી લીધું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK