શુક્રવારે ઝી ટીવીના ડિજિટલ પ્લૅટફૉર્મ ઝી-ફાઇવ પર રિલીઝ થનારી ‘ઘૂમકેતુ’નું કામ શરૂ થયું ત્યારે પ્રોડ્યુસર કે ડિરેક્ટરને ખબર નહોતી કે લૉકડાઉન ચાલતું હશે અને એને લીધે ‘ઘૂમકેતુ’ની આતુરતાથી રાહ જોવાશે. નવાઝુદ્દીન સિદ્દીકી અને રાગિણી ખન્ના સ્ટારર આ ફિલ્મમાં પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ પણ ભ્રષ્ટ પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ કરે છે. મજાની વાત એ છે કે ફિલ્મમાં આ ત્રણ ઉપરાંત અમિતાભ બચ્ચન, રણવીર સિંહ, સોનાક્ષી સિંહા, ચિત્રાંગદા સિંહ અને હુમા કુરેશી પણ એકેક કેમીઓમાં જોવા મળશે.
‘ઘૂમકેતુ’ મોહના અને ઇન્સ્પેક્ટર બદલાનીની વાત કહે છે. બન્ને પાસે પોતાની જાતને પુરવાર કરવા માટે ૩૦ દિવસ છે. જો ૩૦ દિવસમાં રિઝલ્ટ ન આવે તો બન્નેની જિંદગી દોઝખ બનવાની છે. બન્ને પોતપોતાનાં કામમાં મચી પડે છે અને એક મોડ પર બન્ને એકબીજાની લાઇફમાં એન્ટર થાય છે. યુપીના મોહનાનો રોલ નવાઝુદ્દીન સિદ્દીકી અને ઇન્સ્પેક્ટર બદલાનીનું કૅરૅક્ટર અનુરાગ કશ્યપ કરે છે.
ફોર મોર શૉટ્સ પ્લીઝની સીઝન ૩ને લઈને ઉત્સુક છે કીર્તિ કુલ્હારી
25th February, 2021 13:45 ISTહૉરર ફિલ્મ ધ વાઇફને લઈને ગુરમીતે કહ્યું, આપણે બધા વાઇફથી ડરતા હોઈએ છીએ
25th February, 2021 13:34 ISTબૉડી-ડબલ ઍક્ટર ન હોવાનો આભાર માન્યો તાપસી પન્નુએ
25th February, 2021 13:05 ISTહાલમાં ખૂબ જ વ્યસ્ત છે બચ્ચન ફૅમિલી
25th February, 2021 12:41 IST