Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હિન્દી ફિલ્મની હિરોઇન બનવાની પ્રોસેસને મારે એન્જૉય કરવી છે : માનુષી

હિન્દી ફિલ્મની હિરોઇન બનવાની પ્રોસેસને મારે એન્જૉય કરવી છે : માનુષી

18 January, 2020 01:26 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

હિન્દી ફિલ્મની હિરોઇન બનવાની પ્રોસેસને મારે એન્જૉય કરવી છે : માનુષી

માનુષી છિલ્લર

માનુષી છિલ્લર


માનુષી છિલ્લરનું કહેવું છે કે તે હિન્દી ફિલ્મની હિરોઇન બનવાની પ્રોશેસને ખૂબ જ એન્જૉય કરવા માગે છે. યશરાજ ફિલ્મ્સની અક્ષયકુમાર સાથેની ‘પૃથ્વીરાજ’ દ્વારા તે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. ૨૦૧૭માં મિસ વર્લ્ડ બન્યા બાદ તે સોશ્યલ કૉઝમાં વ્યસ્ત થઈ ગઈ હતી. જોકે હવે તે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. યશરાજની સૌથી મોટી ઐતિહાસિક ફિલ્મમાં તે પૃથ્વીરાજ ચૌહાણની પ્રેમિકા સંયોગિતાનું પાત્ર ભજવી રહી છે. તેણે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધુ છે. આ વિશે વાત કરતાં માનુષીએ કહ્યું હતું કે ‘હું હમણાં આ પ્રોસેસને એન્જૉય કરી રહી છું કારણ કે મારે ઘણી લાંબી મુસાફરી કરવાની છે અને ઘણું શીખવાનું છે. ઍક્ટ્રેસ બનવા માટે ઘણું કામ કરવું પડે છે અને ક્રિએટિવિટીને દૃષ્ટ્રીએ જોઈએ તો આ ખૂબ જ સંતોષકારક છે. યશરાજે તેમની સૌથી મોટી ફિલ્મ માટે મને પસંદ કરી હોવાથી મારે પણ સખત મહેનત કરવી પડશે. મને મળેલી આ તક પર મારે ખરી ઉતરવું છે.’

અક્ષયકુમાર સાથે કામ કરી રહી હોવા વિશે માનુષીએ કહ્યું હતું કે ‘અક્ષયકુમારની ફિલ્મમાં કામ કરવું ખૂબ જ ગર્વની વાત છે અને ઇન્ડસ્ટ્રીમાં બેસ્ટ હોય એવા વ્યક્તિ પાસે પણ મને ઘણું શીખવા મળશે. સેટ પર રોજ જઈને કામ કરવાની પણ મને ખૂબ જ મજા આવે છે. દુકાનમાં ચોકલેટને જોઈને બાળકો જેટલા ખુશ થાય છે એટલી ખુશ હું સેટ જઈને થઈ રહી છું. મને ફિલ્મમેકિંગ અને ઍક્ટિં વિશે દરેક સેકન્ડે ઘણું જાણવા મળી રહ્યું છે. દિવસના અંતે મને ઘણી ખુશી થાય છે અને આગામી દિવસ માટે પણ હું તૈયારી કરું છું કારણ કે મને ખબર છે કે એ મને કઈંક નવું શીખવા જરૂર મળશે. ‘પૃથ્વીરાજ’ મારી પહેલી ફિલ્મ છે અને હિન્દી ફિલ્મની હિરોઇન હોવાની પ્રોશેસને હું ખૂબ જ સારી રીતે એન્જૉય કરવા માગુ છું.’


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2020 01:26 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK