Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > GQ Awards: હોટ અંદાજમાં પહોંચી માનુશી છિલ્લર, જુઓ તસવીરો

GQ Awards: હોટ અંદાજમાં પહોંચી માનુશી છિલ્લર, જુઓ તસવીરો

29 September, 2019 07:31 PM IST | મુંબઈ ડેસ્ક

GQ Awards: હોટ અંદાજમાં પહોંચી માનુશી છિલ્લર, જુઓ તસવીરો

માનુશી છિલ્લર

માનુશી છિલ્લર


ભારતની પૂર્વ મિસ વર્લ્ડ માનુશી છિલ્લર શનિવારે મુંબઇમાં થયેલા GQ અવૉર્ડ્સમાં હાજરી આપવા પહોંચી હતી. દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શૅર કરી જેમાં તે ખૂબ જ સુંદર દેખાય છે.

Manushi Chillar



માનુશીએ આ એવૉર્ડ ફંક્શન દરમિયાન ગ્રીન કલરનું વનપીસ પહેર્યું હતું સાથે હાથમાં સરસ મજાની એક ડાયમંડ રિન્ગ પહેરી હતી અને આ વનપીસ બોટલ ગ્રીન જેવા કલરનું અને વી શેપ્ડ નેકલાઇન ધરાવતું હતું. તેની સાથે જ માનુષીએ વાળમાં વચ્ચેથી પાર્ટિશન કરીને વાળને સીધાં અને ખુલ્લા મૂક્યા હતા. દરમિયાન માનુષીએ ખૂબ જ મિનિમલ મેકઅપ કર્યો હતો.


 
 
 
View this post on Instagram

✨ @gqindia Styled by - @alliaalrufai Outfit - @sharnitanandwana Shoes - @charleskeithofficial Shot by - @sukiransingh

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) onSep 28, 2019 at 1:40pm PDT


જણાવીએ કે GQ એવોર્ડ્સમાં માનુશીએ મીડિયા સાથે વાતચીત કરી અને તે બોલીવુડમાં ડેબ્યૂની આતુરતાથી રાહ જોઇ રહી છે. જો કે હજી સુધી માનુશીએ કોઇપણ પ્રૉજેક્ટ સાઇન કર્યો નથી. સોશિયલ મીડિયા પર માનુશીની આ તસવીર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો : ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

ઉલ્લેખનીય છે કે બોલીવુડમાં ચર્ચા હતી કે મિસ વર્લ્ડ આ વર્ષે બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. 2017માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર માનુષી છિલ્લર બોલીવુડમાં ડેબ્યૂ કરવાની છે એવી ચર્ચાઓ થઈ રહી છે. એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં બબલીનું પાત્ર ભજવવા માટે માનુષીના નામ વિશે વિચાર થઈ રહ્યો છે. માનુષી આ પહેલા એક એડમાં પણ કામ કરી ચૂકી છે અને હજી સુધી મેકર્સ દ્વારા બબલીના પાત્ર માટે કોઇપણ નામ નક્કી કરવામાં આવ્યું નથી.

Whatsapp-channel Whatsapp-channel

29 September, 2019 07:31 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK