Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વન્ડર વુમન જેવી સુપરવુમન બનવું છે માનુષી છિલ્લરને

વન્ડર વુમન જેવી સુપરવુમન બનવું છે માનુષી છિલ્લરને

31 May, 2020 10:41 PM IST | Mumbai Desk
Agencies

વન્ડર વુમન જેવી સુપરવુમન બનવું છે માનુષી છિલ્લરને

માનુષી છિલ્લર

માનુષી છિલ્લર


માનુષી છિલ્લરને વન્ડર વુમન જેવી સુપરવુમન બનવાની ઇચ્છા છે. હૉલીવુડની ફિલ્મ ‘વન્ડર વુમન’માં ગલ ગડોટે કામ કર્યું હતું. આ પાત્રની માનુષી ખૂબ જ મોટી ફૅન છે. બૉલીવુડ જ નહીં, પરંતુ હૉલીવુડમાં પણ મોટા ભાગે સુપરહીરો હોય છે, પરંતુ ગલ ગડોત દ્વારા આ પરિભાષા બદલી કાઢવામાં આવી હતી. માનુષી હાલમાં અક્ષયકુમારની ‘પૃથ્વીરાજ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે, પરંતુ તેણે સુપરવુમન બનાવાની ઇચ્છા પણ જણાવી દીધી છે. એક આર્ટિસ્ટે વન્ડર વુમનના ચહેરાની જગ્યાએ માનુષીનો ચહેરો લગાવી શેર કર્યો હતો. આ ફોટોને શેર કરીને માનુષીએ વન્ડર વુમનનો ડાયલોગ શેર કરીને કૅપ્શન આપી હતી કે ‘આઇ એમ ધ મૅન હું કેન.’ હું હંમેશાંથી મારી ફેવરિટ રહી છું, કારણ કે મારા માટે એ એક પાત્ર નથી, પરંતુ સ્ટેટ ઑફ માઇન્ડ છે. મારા માટે આ એક ખૂબ સારી સરપ્રાઇઝ છે. મારા પર પ્રેમ વરસાવવા બદલ આભાર.’
તેણે પણ આવું પાત્ર ભજવવાની ઇચ્છા વ્યક્ત કરતાં કહ્યું હતું કે મને લાગે છે કે આ પિક્ચર અલગ જ દુનિયાનું છે. માનુષીના મતે અલગ દુનિયા એટલે કે તે બૉલીવુડની વાત કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2020 10:41 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK