કોરોના વાઇરસને લઈને ફન્ડ ભેગું કરવા મેસી, બેકહૅમ અને રોહિત સાથે જોડાશે માનુષી છિલ્લર

Published: May 21, 2020, 20:57 IST | Harsh Desai | Mumbai

આવશે. આ કૅમ્પેનનું નામ ‘હોમ ટીમ હીરો’ આપવામાં આવ્યું છે

કોરોના વાઇરસ સામે જાગરૂકતા ફેલાવવા ગ્લોબલ કૅમ્પેનમાં લિયોનેલ મેસી, ડેવિડ બેકહૅમ અને રોહિત શર્મા સાથે જોવા મળશે માનુષી છિલ્લર. એક લીડિંગ બ્રૅન્ડ દ્વારા તેમને સાથે જોડવામાં આવ્યાં છે અને એ દ્વારા ફન્ડ પણ ભેગું કરવામાં આવશે જેનો કોરોનાપીડિત માટે ઉપયોગ કરવામાં આવશે. આ કૅમ્પેનનું નામ ‘હોમ ટીમ હીરો’ આપવામાં આવ્યું છે. આ કૅમ્પેનમાં તેમની સાથે વેલ્શ આઇકન ગેરેથ બેલ, જર્મન ફુટબૉલ પ્લેયર મેસુટ ઓઝિલ જેવા ઘણા લોકો પણ જોવા મળશે. ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર કોરોના માટે ઘણી જાગરૂકતા ફેલાવતી જોવા મળી છે અને તે હવે વધુ એક ફન્ડ રેઇઝિંગ ઇવેન્ટમાં જોવા મળશે. આ ઇવેન્ટમાં જે પણ વ્યક્તિ ઘરમાં રહીને એક કલાક માટે વર્કઆઉટ કરશે તેમના તરફથી આ બ્રૅન્ડ પ્રતિ વ્યક્તિ એક ડૉલરનું દાન કરશે. આ બ્રૅન્ડ દ્વારા દુનિયાભરમાં ઓછામાં ઓછા એક મિલ્યન લોકો જોડાશે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ વિશે અક્ષયકુમારની ‘પૃથ્વીરાજ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનારી માનુષીએ કહ્યું હતું કે ‘હું આ ગ્લોબલ કૅમ્પેનમાં ભાગ લેવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. કોરોના વાઇરસને કારણે જેટલા લોકો પીડાઈ રહ્યા છે તેમની મદદ માટે દુનિયાભરના લોકો એક મળીને વિશ્વમાં બદલાવ લાવી શકે છે અને એ માટે હું મારું યોગદાન આપીને ખુશ છું.’

લિયોનેલ મેસી અને ડેવિડ બેકહૅમ જેવી સેલિબ્રિટીઝ સાથે આ કૅમ્પેનમાં ભાગ લેવા વિશે માનુષીએ કહ્યું હતું કે ‘કોઈને નહીં ખબર હોય, પરંતુ હું ખૂબ જ સ્પોર્ટી છું અને મને ફુટબૉલ ખૂબ જ પસંદ છે. આથી આ કૅમ્પેનમાં ઘણાબધા સ્પોર્ટ્સ લેજન્ડ સાથે જોડાવાની મને ખુશી છે. અત્યારે દરેક વ્યક્તિ જરૂરિયાતમંદને મદદ અને સપોર્ટ કરે એ ખૂબ જરૂરી છે અને હું પણ એ જ કરી રહી છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK