હવે આ મિસ વર્લ્ડ કરશે બોલીવુડમાં એન્ટ્રી, બંટી ઔર બબલીની સિક્વલમાં દેખાશે

Published: Jul 23, 2019, 15:17 IST | મુંબઈ ડેસ્ક

બોલીવુડમાં ચર્ચા છે કે મિસ વર્લ્ડ આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. 2017માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર માનુષી છિલ્લર બોલીવુડમાં ડેબ્યૂ કરવાની છે

બન્ટી ઓર બબલીમાં દેખાઇ શકે છે મિસ વર્લ્ડ માનુષી છિલ્લર
બન્ટી ઓર બબલીમાં દેખાઇ શકે છે મિસ વર્લ્ડ માનુષી છિલ્લર

2005માં રિલીઝ થયેલી રાની મુખર્જી અને અભિષેક બચ્ચન સ્ટારર સુપરહિટ ફિલ્મ 'બન્ટી ઓર બબલી'ની સિક્વલ બનાવવાની તૈયારીઓ ચાલુ છે. આ ફિલ્મમાં કયા એક્ટર્સ હશે તે અંગે જુદી જુદી ચર્ચા ચાલી રહી છે, કેટલાક બોલીવુડ સ્ટાર્સના નામ પણ બોલાઈ રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે આગામી સિક્વલમાં બે બન્ટી અને બે બબલી ફિલ્મને વધુ મનોરંજક બનાવવાના છે.

બોલીવુડમાં ચર્ચા છે કે મિસ વર્લ્ડ આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. 2017માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર માનુષી છિલ્લર બોલીવુડમાં ડેબ્યૂ કરવાની છે એવી ચર્ચાઓ થઈ રહી છે. એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં બબલીનું પાત્ર ભજવવા માટે માનુષીના નામ વિશે વિચાર થઈ રહ્યો છે. માનુષી આ પહેલા એક એડમાં પણ કામ કરી ચૂકી છે અને હજી સુધી મેકર્સ દ્વારા બબલીના પાત્ર માટે કોઇપણ નામ નક્કી કરવામાં આવ્યું નથી.

 
 
 
View this post on Instagram

Jungle diaries 🐘 #Srilanka

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) onJul 6, 2019 at 11:30pm PDT

બંટીનું પાત્ર ભજવનાર અભિષેક બચ્ચનની જગ્યા આ વખતે સિદ્ધાંત ચતુર્વેદી લેશે. સિદ્ધાંત ફિલ્મ 'ગલી બૉય'માં રણવીર સિંહના મિત્રનું પાત્ર ભજવ્યું હતું જેને દર્શકોએ ખૂબ જ વખાણ્યુ હતું. સિદ્ધાંતને બન્ટીનું પાત્ર ભજવવા માટે સાઇન કરી લેવામાં આવ્યો છે. હવે જોવાનું એ છે કે સિદ્ધાંત આ ફિલ્મમાં કેવો ઠગ બને છે.

આ પણ વાંચો : મનુશી ચિલ્લર, મલાઈકા અરોરા, ક્વીની સિંહની વિકેન્ડ મસ્તી

આ વખતે ફિલ્મ પહેલી ફિલ્મથી વધુ મસાલેદાર બનવાની છે કારણકે આ ફિલ્મમાં બે બન્ટી અને બે બબલી હોઈ શકે છે. એક જોડી જૂના બન્ટી-બબલી એટલે કે રાની અને અભિષેકની હશે અને બીજી જોડીમાં નવા પાત્રો દેખાશે. 'બન્ટી ઓર બબલી'માં પોલિસની ભૂમિકા ભજવતાં અમિતાભ બચ્ચન આ સિક્વલમાં જોવા નહીં મળે.

 
 
 
View this post on Instagram

Happy Birthday @ranveersingh! Bittoo se Murad tak har Kirdaar itne alag, par Dil wahi.❤️ Love you Bhai! 🤗 #AadmiLegendHai

A post shared by Siddhant Chaturvedi (@siddhantchaturvedi) onJul 5, 2019 at 11:00pm PDT

ઉલ્લેખનીય છે કે માનુષી છિલ્લર પૃથ્વીરાજ ચૌહાણની બાયૉપિક ફિલ્મની ટીમમાં સામેલ થઈ ચૂકી છે અને આ ફિલ્મમાં તે અક્ષય કુમારની પત્નીના રોલમાં નજર આવી શકે છે. પરંતુ એને લઈને અત્યાર સુધી મેકર્સ તરફથી કોઈ પણ પ્રકારની ઘોષણા નથી થઈ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK