યુનિયન મિનિસ્ટર મનસુખ માંડવિયાએ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના સેટની મુલાકાત લીધી

Published: Jan 07, 2020, 13:35 IST | Parth Dave | Ahmedabad

ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય તેમ જ યુનિયન મિનિસ્ટર ઑફ સ્ટેટ ફૉર કેમિકલ ઍન્ડ ફર્ટિલાઇઝર્સ મનસુખ લક્ષ્મણ માંડવિયાએ તાજેતરમાં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટની મુલાકાત લીધી હતી.

મનસુખ માંડવિયા
મનસુખ માંડવિયા

ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય તેમ જ યુનિયન મિનિસ્ટર ઑફ સ્ટેટ ફૉર કેમિકલ ઍન્ડ ફર્ટિલાઇઝર્સ મનસુખ લક્ષ્મણ માંડવિયાએ તાજેતરમાં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટની મુલાકાત લીધી હતી. તેમણે શોના નિર્માતા નીલા ટેલિફિલ્મ્સ તેમ જ કલાકારોને હાસ્યના માધ્યમથી એકતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા બદલ બિરદાવ્યા હતા. મનસુખ માંડવિયાએ અસિત મોદીની શોમાં સરળતા સાથે મનોરંજન પીરસવા બદલ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શ્રેષ્ઠ ફૅમિલી કૉમેડી શોમાંનો એક છે. એ રમૂજના માધ્યમથી વિવિધતામાં એકતાનો સંદેશો લોકો સુધી પહોંચાડીને તેમનું મનોરંજન પણ કરી રહ્યું છે. આખી ટીમને મળવાનો મને આનંદ છે.’

તો અસિત મોદીએ પણ પોતાનો કીમતી સમય આપવા બદલ મનસુખ માંડવિયાનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે ‘તારક મેહતા...’ શોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બિરદાવ્યો હતો અને ૨૦૧૪માં ‘સ્વચ્છ ભારત અભિયાન’ના ઍમ્બૅસૅડર તરીકે આ શોની પસંદગી કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK