તેલંગણાની રહેવાસી અને એન્જિનિયર માનસા વારાણસીએ ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ ૨૦૨૦નો તાજ પોતાના નામે કરી લીધો છે. હરિયાણાની મનિકા શિયોકાંડ ફેમિના મિસ ગ્રૅન્ડ ઇન્ડિયા ૨૦૨૦ બની અને ઉત્તર પ્રદેશની માન્યા સિંહને ફેમિના મિસ ઇન્ડિયા ૨૦૨૦ રનર્સ અપ જાહેર કરવામાં આવી છે. જ્યુરીની પૅનલમાં નેહા ધુપિયા, ચિત્રાંગદા સિંહ, પુલકિત સમ્રાટ અને ફેમસ ડિઝાઇનર જોડી ફાલ્ગુની અને શેન પીકૉક સામેલ હતાં. મુંબઈમાં આયોજિત આ ઇવેન્ટની મિસ વર્લ્ડ એશિયા ૨૦૧૯ની સુમન રાવ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. આ ભવ્ય કાર્યક્રમને કલર્સ ચૅનલ પર ૨૮ ફેબ્રુઆરીએ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
Shilpa Shettyના બિકિની વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હંગામો, જુઓ
28th February, 2021 17:20 ISTકંગના વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવ્યું હૃતિકે
28th February, 2021 15:44 ISTબૉલીવુડમાં કૉમ્પિટિશન ખૂબ હેલ્ધી હોય છે: જાહ્નવી કપૂર
28th February, 2021 15:42 ISTગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ શરૂ કર્યું અજય દેવગને
28th February, 2021 15:40 IST