ઍન્ડ ટીવી પર દર અઠવાડિયે આવતા ક્રાઇમ શો ‘મૌકા-એ-વારદાત’માં ભોજપુરી સ્ટાર અને રાજકારણી મનોજ તિવારી જોવા મળશે. રહસ્યમય ક્રાઈઇમ કેસિસ દર્શાવતી જુદી-જુદી વાર્તાઓ આ શોમાં દર્શાવવામાં આવે છે, જેમાં કેસ સૉલ્વ થતાં-થતાં દર્શકોની ધારણાથી વિપરીત અંત જોવા મળે છે.
હવે આ શોમાં યુપી-બિહારમાં બહોળો ચાહકવર્ગ ધરાવતા અભિનેતા અને રાજકારણી મનોજ તિવારી એન્ટ્રી લઈ રહ્યા છે. તમની સાથે ભોજપુરી અને હિન્દી ફિલ્મોમાં કામ કરી રહેલા રવિ કિશન તથા સિંગર, ડાન્સર અને અભિનેત્રી સપના ચૌધરી પણ ‘મૌકા-એ-વારદાત’માં જોવા મળશે. જી નહીં, આ ત્રણ કલાકારો શોને હોસ્ટ નથી કરવાના, પરંતુ એપસોડ શરૂ થતાં પહેલાં પ્રસ્તાવના
તેઓ બાંધશે. શો વિશે આછેરી માહિતી તેઓ પીરસશે. આ ત્રણેય કલાકારો દર્શકોને આકર્ષવા વચ્ચે-વચ્ચે અનિયમિત રીતે જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે ક્રાઇમ પૅટ્રોલ, સાવધાન ઇન્ડિયા, ક્રાઇમ અલર્ટ સહિતના અઢળક ક્રાઇમ શોનો ચોક્કસ દર્શકવર્ગ છે. માટે એ જ
તર્જ પર ‘મૌકા-એ-વારદાત’ બનાવવામાં આવ્યો છે. વધુ તડકા માટે મનોજ તિવારી, રવિ કિશન અને સપના ચૌધરી જેવા જાણીતા ચહેરાને લઈ રહ્યા છે.
મનોજ તિવારી ફરી બન્યો પપ્પા
3rd January, 2021 17:39 ISTદિલ્હી ચૂંટણીઃ બીજેપીની હારથી પાર્ટીમાં સન્નાટો, મનોજ તિવારીની રાજીનામાની રજૂઆત
13th February, 2020 16:15 ISTમનોજ તિવારીએ કેજરીવાલને નકલી ભક્ત ગણાવ્યા
9th February, 2020 09:01 ISTરાહુલ ગાંધીને મનોજ તિવારીએ મેન્ટલ ડિસ્ટર્બ્ડ કહ્યા
9th December, 2019 09:16 IST