મનોજ તિવારી ફરી બન્યો પપ્પા
મનોજ તિવારી
મનોજ તિવારીની સેકન્ડ વાઇફ સુરભીએ દીકરીને જન્મ આપ્યો છે. પહેલી પત્ની રાનીથી પણ તેને હૃતી નામની એક દીકરી છે. મનોજ તિવારીના ૨૦૧૦માં જ ડિવૉર્સ થયા હતા. મનોજના એક મ્યુઝિક વિડિયોમાં તેણે ગીત ગાયું હતું ત્યારથી જ તેમની વચ્ચે મુલાકાતનો દોર વધી ગયો હતો. તેમણે લૉકડાઉન દરમ્યાન જ લગ્ન કરી લીધાં હતાં. એ વિશે મનોજ તિવારીએ કહ્યું હતું કે ‘સુરભિ અને મેં લૉકડાઉન દરમ્યાન જ લગ્ન કરી લીધાં હતાં. તે મારું ઍડ્મિનિસ્ટ્રેટિવ કામ સંભાળતી હતી. તે સિંગર છે અને તેણે મારા મ્યુઝિક વિડિયોમાં ગીત ગાયું હતું. મારી દીકરી હૃતીએ જ મને સુરભિ સાથે લગ્ન કરવાની સલાહ આપી હતી. તે બન્ને એકબીજાની સાથે કમ્ફર્ટેબલ છે.’
૩ ડિસેમ્બરે જન્મેલી દીકરી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મનોજ તિવારીએ કૅપ્શન આપી હતી, ‘મેરે ઘર આયી એક નન્હી પરી. મારા ઘરે દીકરીનો જન્મ થયો છે. જય જગદંબે.’