Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મનોજ બાજપાઇનો ખુલાસો,આત્મહત્યાની હતો ખૂબ જ નજીક, વડાપાઉં પણ લાગતો મોંઘો

મનોજ બાજપાઇનો ખુલાસો,આત્મહત્યાની હતો ખૂબ જ નજીક, વડાપાઉં પણ લાગતો મોંઘો

02 July, 2020 11:48 AM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મનોજ બાજપાઇનો ખુલાસો,આત્મહત્યાની હતો ખૂબ જ નજીક, વડાપાઉં પણ લાગતો મોંઘો

મનોજ બાજપાઇ

મનોજ બાજપાઇ


અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સેલેબ્સ હવે ડિપ્રેશનને લઈને પોતાની વાત સામે મૂકી રહ્યા છે. સેલેબ્સે પોતાના ડિપ્રેશન સામે લડવાની વાત જનતા સામે રજૂ કરી છે. તાજેતરમાં જ નેશનલ એવૉર્ડ વિનર અભિનેતા મનોજ બાજપાઇએ પોતાના સ્ટ્રગલના શરૂઆતના દિવસોમાં સામે આવેલી મુશ્કેલીઓ વિશે પોતાની વાત લોકો સામે મૂકી છે, તેમણે જણાવ્યું કે તે સમયમાં તે આત્મહત્યા કરવાની ખૂબ જ નજીક હતા. અને વડાપાઉં પણ તેમનો ખૂબ જ મોંઘો લાગતો હતો. ચૉલનું ભાડું પણ મુશ્કેલીથી ભરી શકતા હતા અને એક આસિસ્ટન્ટ ડાયરેક્ટરે તેમની તસવીર ફાડી દીધી હતી.

હકીકતે, બોલીવુડ લાઇફની રિપોર્ટ પ્રમાણે હ્યુમન્સ ઑફ બૉમ્બેને આપેલા ઇન્ટરવ્યૂમાં મનોજ બાજપાઇએ કહ્યું, "હું આત્મહત્યા કરવાની ખૂબ જ નજીક હતો, એટલે મારા મિત્રો મારી સાથે સૂતાં હતા અને મને ક્યારેય એકલો મૂકતાં નહોતા. તેમણે મારો સાથ ત્યાં સુધી ન છોડ્યો જ્યાં સુધી બોલીવુડે મને અપનાવી ન લીધો. તે વર્ષે હું એક ચાયની દુકાન પર હતો, જ્યાં તિગ્માંશુ ધુલિયા પોતાના ખટારા સ્કૂટર પર મને શોધવા પહોંચ્યા. શેખર કપૂર મને 'બેંડિટ ક્વીન'માં કાસ્ટ કરવા માગતા હતા. તો હું તૈયાર થઈ ગયો અને મુંબઇ ચાલ્યો ગયો. એકવાર ફરી એક એડીએ મારી તસવીર ફાડી દીધી અને મેં એક દિવસમાં ત્રણ પ્રૉજેક્ટ ખોઇ દીધા."



મનોજ બાજપાઈએ આગળ જણાવ્યું કે, "મને મારા પહેલા શૉટ બાદ 'નીકળી જાઓ' એવું કહી દેવામાં આવ્યું હતું. મારો ચહેરો આઇડલ હીરો ફેસ જેવો નહોતો., તો તેમને લાગતું હતું કે હું મોટા પડદા પર ક્યારેય નહીં જઈ શકું. તે સમયે મને ભાડું આપવામાં પણ મુશ્કેલી પડતી હતી અને મને વડાપાઉં પણ મોંઘો લાગતો હતો. પણ મારા પેટની ભૂખે મને સફળ થવાથી ક્યારેય અટકાવી ન શકી."


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2020 11:48 AM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK