Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > મનોજ બાજપાઈની સ્પાય-થ્રિલર ધ ફૅમિલી મૅન 2નું શૂટિંગ થયું પૂરું

મનોજ બાજપાઈની સ્પાય-થ્રિલર ધ ફૅમિલી મૅન 2નું શૂટિંગ થયું પૂરું

03 March, 2020 04:48 PM IST | Ahmedabad

મનોજ બાજપાઈની સ્પાય-થ્રિલર ધ ફૅમિલી મૅન 2નું શૂટિંગ થયું પૂરું

મનોજ બાજપાઇ

મનોજ બાજપાઇ


ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની વેબ-સિરીઝ ‘ધ ફૅમિલી મૅન’ની બીજી સીઝનનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ ઍક્શન-ડ્રામાનું ડિરેક્શન રાજ (રાજ નિદીમોરુ) અને ડીકે (ક્રિશ્ના ડીકે) કરી રહ્યા છે જેમણે ‘શોર ઇન ધ સિટી’, ‘ગો ગોઆ ગૉન’ ડિરેક્ટ કરી છે તેમ જ ‘સ્ત્રી’, ‘અ જેન્ટલમૅન’ જેવી ફિલ્મો લખી છે. આ ડિરેક્ટર બેલડીએ સોશ્યલ મીડિયા પર ‘ધ ફૅમિલી મૅન’ની બીજી સીઝનનું શૂટ પૂરું થયાની જાહેરાત કરીને દર્શકોની ઉત્કંઠા વધારી નાખી છે.

‘ધ ફૅમિલી મૅન’ની પહેલી સીઝન ૨૦૧૯ની ૨૦ સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી અને એને ઘણી લોકપ્રિયતા મળી હતી. આ વેબ-સિરીઝમાં મનોજ બાજપાઈ શ્રીકાંત તિવારીનો લીડ રોલ ભજવી રહ્યો છે જે એક મધ્યમવર્ગીય ‘ફૅમિલી મૅન’ છે અને નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી માટે ગુપ્ત રીતે કામ કરતો હોય છે. પહેલી સીઝનમાં મનોજ બાજપાઈ ઉપરાંત પ્રિયમણિ, શારીબ હાશમી, કિશોર કુમાર, નીરજ માધવ, પવન ચોપડા, ગુલ પનાગ, શરદ કેળકર વગેરે કલાકારો હતા. તો બીજી સીઝનમાં સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી સામન્થા અકીનેની પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. સામન્થા આ શોથી ડિજિટલ ડેબ્યુ કરવા જઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 March, 2020 04:48 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK