Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > SRKના ડબલ રોલવાળી ફૅન માટે ફિલ્મસિટીમાં ઊભો થશે મન્નતનો સેટ

SRKના ડબલ રોલવાળી ફૅન માટે ફિલ્મસિટીમાં ઊભો થશે મન્નતનો સેટ

14 October, 2014 04:54 AM IST |

SRKના ડબલ રોલવાળી ફૅન માટે ફિલ્મસિટીમાં ઊભો થશે મન્નતનો સેટ

SRKના ડબલ રોલવાળી ફૅન માટે ફિલ્મસિટીમાં ઊભો થશે મન્નતનો સેટ





તેની છેલ્લી ફિલ્મ ‘જબ તક હૈ જાન’ની સફળતા પછી યશરાજ ફિલ્મ્સ અને શાહરુખ ખાને ફરી એક વાર સાથે મળીને ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. તેમની નવી ફિલ્મ ‘ફૅન’ ફ્લોર પર જતી રહી છે. જોકે આ ફિલ્મ વિશે એના પ્રોડ્યુસરો ગુપ્તતા સેવે છે એમ છતાં ફિલ્મ વિશે કેટલીક મહત્વની માહિતી જાણવા મળી છે એ મુજબ ફિલ્મમાં શાહરુખ ખાન ડબલ રોલમાં જોવા મળશે. એક પાત્રમાં શાહરુખ સુપરસ્ટાર છે જ્યારે બીજા પાત્રમાં તેનો હમશકલ હશે. ફિલ્મમાં એકબીજાને ઓળખવામાં થતી ભૂલો અને એથી ઊભા થતા ગોટાળા રમૂજી રીતે દર્શાવવામાં આવ્યા છે. શાહરુખ ખાને તેની લાક્ષણિકતા મુજબ બન્ને રોલ માટે જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફિલ્મના શરૂઆતના દૃશ્યમાં બન્ને શાહરુખ ખાન જોવા મળશે. આ શૉટમાં સુપરસ્ટાર તેના ભવ્ય બંગલા મન્નત સામે તેનો જન્મદિવસ ઊજવી રહ્યો છે જ્યારે તેનો હમશકલ રાહુલ સુપરસ્ટારને મુગ્ધ બનીને જોઈ રહ્યો છે એવું જોવા મળશે.આ સીનના પર્ફે‍ક્શન માટે સેટ પર અસંખ્ય લોકો હાજર હશે જે શાહરુખ ખાન જે ભવ્યતાથી પોતાનો જ્ન્મદિવસ ઊજવે છે એ દર્શાવશે. અહીં આશ્ચર્યની બાબત એ છે કે આ શૉટ સુરક્ષાનાં કારણોસર મન્નતમાં ફિલ્માવવામાં નહીં આવે, પરંતુ એ માટે ફિલ્મસિટી સ્ટુડિયોમાં ડુપ્લિકેટ મન્નતનો સેટ ઊભો કરવામાં આવ્યો છે. શાહરુખ ખાનના ડબલ રોલવાળી આ ફિલ્મની હિરોઇનો ઇલિએના ડીક્રુઝ અને વાણી કપૂર છે.


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2014 04:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK