Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > PM મોદીની બનશે વધુ એક બાયોપિક, આ અભિનેતા ભજવશે પીએમનું પાત્ર

PM મોદીની બનશે વધુ એક બાયોપિક, આ અભિનેતા ભજવશે પીએમનું પાત્ર

17 September, 2019 02:01 PM IST | મુંબઈ ડેસ્ક

PM મોદીની બનશે વધુ એક બાયોપિક, આ અભિનેતા ભજવશે પીએમનું પાત્ર

અક્ષય કુમારે આ રીતે આપી પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા

અક્ષય કુમારે આ રીતે આપી પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા


17 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવાઇ રહ્યો છે. આ અવસરે અક્ષય કુમારે પીએમ મોદીની બાયોપિક ફિલ્મ મન બૈરાગીનો ફર્સ્ટ લૂક શૅર કરીને જન્મદિવસની વધામણી આપી છે. આ ફિલ્મને સંજય લીલા ભણસાલી અને મહાવીર જૈને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું ડાયરેક્શન સંજય ત્રિપાઠીએ કર્યું છે.

અક્ષયે ફર્સ્ટ લૂક શૅર કરતાં લખ્યું છે કે, પીએમના જન્મદિવસે તેના જીવનની નિર્ણાયક ક્ષણોને વર્ણવતી સંજય લીલા ભણસાલી અને મહાવીર જૈનની સ્પેશિયલ ફીચર મન બૈરાગીની એક ઝલક પ્રસ્તુત કરતાં આનંદ અનુભવું છું. ત્યાર પછી અક્ષય કુમારે પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે.




મન બૈરાગીમાં વડાપ્રધાનના જીવનની તે પળોની તસવીરો દર્શાવવામાં આવશે, જેમાં તેમના જીવનને એક દિશા મળી. ફિલ્મમાં દર્શાવવામાં આવતાં પીએમના જીવનના આ ભાગથી મોટાભાગના લોકો અજાણ્યા છે. તેથી જ ટેગલાઇન રાખવામાં આવી છે- જ્યારે હું મને મળ્યો. સાહો અભિનેતા પ્રભાસે પણ ફર્સ્ટ લૂક શૅર કરતાં લખ્યું છે કે એક વિશેષ વ્યક્તિ પર ખાસ ફિલ્મમેકર દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મનું ફર્સ્ટ લૂક આ ખાસ દિવસે. જન્મદિવસની વધામણી પીએમ નરેન્દ્ર મોદી. પ્રભાસે ટ્વીટમાં જણાવ્યું કે ફિલ્મમાં વડાપ્રધાનના જીવનના વણસ્પર્શેલા (અનટચ્ડ) ભાગને દર્શાવવામાં આવશે.


આ પણ વાંચો : Nia Sharma: ટેલિવિઝનની આ અભિનેત્રીને મળ્યો સૌથી સેક્સી વુમનનો ખિતાબ

મન વૈરાગીની શૂટિંગ જાન્યુઆરીમાં શરૂ કરવામાં આવ્યું હતું અને ત્રણ મહિનામાં તેને પૂરી કરવામાં આવી. આ પહેલા બોલીવુડ અભિનેતા વિવેક ઑબેરૉય વડાપ્રધાનની બાયોપિક બનાવી ચૂક્યા છે, જેમાં તેણે પોતે પીએમ મોદીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં વડાપ્રધાનના બાળપણથી પહેલી વાર પીએમ બનવા સુધીની યાત્રા દર્શાવવામાં આવી હતી. પીએમ નરેન્દ્ર મોદી બાયોપિક ઉમંગ કુમારે ડિરેક્ટ કરી હતી

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2019 02:01 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK