દંગલ ચૅનલ પર આવતી એકતા કપૂરની ડેઇલી સોપ ‘પ્રેમ બંધન’ના લીડ હીરો મનીત જૌરાએ સિરિયલ સાઇન કર્યા પછી અને પોતાનું કૅરૅક્ટર સમજ્યા પછી પહેલું કામ જો કોઈ કર્યું હોય તો એ જિમમાં જવાનું છોડવાનું કર્યું છે. મનીત શોમાં હર્ષ શાસ્ત્રીનું કૅરૅક્ટર કરે છે, જે માનસિક રીતે દિવ્યાંગ છે. આવા સમયે સ્વાભાવિક રીતે એવો હીરો ફિઝિકલી તો હીરો ન જ લાગવો જોઈએ. મનીત કહે છે, ‘હર્ષની ઉંમર ૩૦ની છે, પણ તે મનથી માત્ર ૧૦ વર્ષનો છે. આ ૧૦ વર્ષના બાળક બનવા માટે અને તેના જેવી બૉડી-લૅન્ગ્વેજ ઊભી કરવા માટે પણ જિમ બંધ કર્યું, જેથી મારું બૉડી ફ્લેક્સિબલ બને અને હું મનની સાથોસાથ તનથી પણ ૧૦ વર્ષનો લાગું.’
અગાઉ મનીતે તમામ કૅરૅક્ટર હીરોઇઝમ સાથેનાં કર્યાં હતાં, જેને લીધે તે સિક્સ-પૅક ઍબ્સ ધરાવતો હતો. આ સિક્સ-પૅક્સ અત્યારે દેખાવાં ન જોઈએ એવું લાગતાં તેણે દોઢ મહિનાથી જિમ બંધ કરી દીધું અને હવે તેના એ પૅક્સ દેખાતાં બંધ પણ થઈ ગયાં છે.
જાણીતા ટીવી એન્કર લૈરી કિંગનું 87 વર્ષની ઉંમરે નિધન
23rd January, 2021 19:00 ISTવરૂણ અને નતાશાના લગ્નના વેન્યૂની તસવીર વાઈરલ, 1 દિવસનું છે આટલું ભાડુ
23rd January, 2021 17:50 ISTShahrukh Khanની પુત્રી સુહાના ફ્રેન્ડ સાથે પૂલમાં મસ્તી કરતી આવી નજર, જુઓ
23rd January, 2021 17:05 ISTસિંગર નરેન્દ્ર ચંચલનું ૮૦ વર્ષની ઉંમરે થયું નિધન
23rd January, 2021 16:09 IST