Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ઘટતી જતી ઈરાની કૅફે પર નેટફ્લિક્સની આવશે મસ્કા

ઘટતી જતી ઈરાની કૅફે પર નેટફ્લિક્સની આવશે મસ્કા

13 March, 2020 03:33 PM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ઘટતી જતી ઈરાની કૅફે પર નેટફ્લિક્સની આવશે મસ્કા

મનીષા કોઇરાલા

મનીષા કોઇરાલા


નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ફિલ્મ ‘મસ્કા’માં મુંબઈમાં ઘટતી જતી ઈરાની કૅફેની વાત કરવામાં આવી છે. ઈરાની કૅફે વેચીને ફિલ્મસ્ટાર બનતા દીકરા સામે તેની મમ્મીનું સપનું પણ છે. ઈરાની કૅફેના ઓનરના કૅરૅક્ટરમાં મનીષા કોઇરાલા છે, જ્યારે જાવેદ જાફરી તેના હસબન્ડના કૅરૅક્ટરમાં છે. ‘મસ્કા’થી નીરજ ઉધવાણી પહેલી વાર ડિરેક્ટર બનશે. નીરજે આ અગાઉ ‘મેરે ડૅડ કી મારુતિ’ અને ‘દિલ તો બચ્ચા હૈ જી’ જેવી ફિલ્મો લખી છે. 

એક તબક્કે સાઉથ મુંબઈમાં અઢળક ઈરાની કૅફે હતી, પણ હવે આંગળીના વેઢે ગણાય એટલી કૅફે રહી હોવાથી નીરજને આ સબ્જેક્ટનો વિચાર આવ્યો અને તેણે ‘મસ્કા’નું પ્લાનિંગ કર્યું.



‘મસ્કા’ ૨૭ માર્ચે નેટફ્લિકસ પર રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2020 03:33 PM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK