મનીષા કોઈરાલાએ ચાહત ખન્નાને 5 વખત માર્યો લાફો !!
મનીષા કોઈરાલા - ચાહત ખન્ના
ફિલ્મોના સેટ પર શૂટિંગ દરમિયાન કેટલીક એવી ઘટનાઓ બને છે, જે આખા જીવનમાં યાદગાર બની જાય છે. આ પ્રકારના અનુભવ સ્ટાર્સની લાઈફમાં સારા અને ખરાબ બંને પ્રકારના હોય છે. તાજેતરમાં જ સંજય દત્તની ફિલ્મ પ્રસ્થાનમના સેટ પર એક્ટ્રેસ મનીષા કોઈરાલા અને ચાહત ખન્ના સાથે બની છે.
વેબસાઈટ સ્પૉટ બૉયના અહેવાલ પ્રમાણે ચાહત ખન્નાને લાફો મારવામાં અને તેના પર ગુસ્સો કરવાના સીનમાં મનીષાને ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી. આ સીન શૂટ કરવા માટે મનીષાએ પોતાની જાતને માનસિક રીતે ખૂબ તૈયાર કરવી પડી હતી. મનીષા કોઈરાલાએ ચાહતને લાફો મારવાના સીનમાં ઘણા રિટેક લેવા પડ્યા. ડાયરેક્ટરને છેક પાંચમાં શૉટમાં પર્ફેક્ટ શોટ મળ્યો. વારંવાર રિટેક લેવાને કારણે ચાહતને ઘણા લાફા ખાવા પડ્યા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Mazel Vyas:વડોદરાની આ છોકરી બોલીવુડના ધૂરંધરોને આપી રહી છે ટેલેન્ટનો પરચો
ઉલ્લેખનીય છે કે પ્રસ્થાનમને સંજય દત્તની પત્ની માન્યતા દત્ત પ્રોડ્યુસ કરી રહી છે. આ ફિલ્મ પોલિટિકલ થ્રિલર છે. જેમાં સંજય દત્ત ઉપરાંત જૅકી શ્રોફ, મનીષા કોઈરાલા, અલી ફઝલ, ચાહત ખન્ના અને ચંકી પાંડે મહત્વની ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મને દેવા કટ્ટાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 20 સપ્ટેમ્બરે રિલીઝ થશે. સંજય દત્તની આ ફિલ્મ 2010માં આવેલી સાઉથની ફિલ્મ પ્રસ્થાનમની હિન્દી રિમેક છે.