Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ત્યારે જૅકી શ્રોફને પહેલીવાર સામે જોઈ નર્વસ થઈ ગઈ હતી મનીષા કોઈરાલા

ત્યારે જૅકી શ્રોફને પહેલીવાર સામે જોઈ નર્વસ થઈ ગઈ હતી મનીષા કોઈરાલા

22 September, 2019 09:26 PM IST | મુંબઈ

ત્યારે જૅકી શ્રોફને પહેલીવાર સામે જોઈ નર્વસ થઈ ગઈ હતી મનીષા કોઈરાલા

ત્યારે જૅકી શ્રોફને પહેલીવાર સામે જોઈ નર્વસ થઈ ગઈ હતી મનીષા કોઈરાલા


લાંબા સમય બાદ જૅકી શ્રોફ અને મનીષા કોઈરાલાએ ફિલ્મ પ્રસ્થાનમમાં સાથે કામ કર્યું છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મને ક્રિટિક્સે મિક્સ રિવ્યૂ આપ્યા છે. પ્રસ્થાનમ્ પહેલા બંને સાથે ઘણી ફિલ્મોમાં દેખાઈ ચૂક્યા છે. મનીષા કોઈરાલા અને જૅકી શ્રોફ એકબીજાને ત્રણ દાયકાથી જાણે છે.

મનીષા કોઈરાલાએ ફિલ્મ સોદાગરથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. સોદાગરમાં જૅકી શ્રોફ પણ હતા. આ ફિલ્મમાં પહેલીવાર મનીષા કોઈરાલા અને જૅકી શ્રોફે સાથે કામ કર્યા હતા. દે બાજ બંને મિલન, 1942: અ લવ સ્ટોરી, કારતૂસ, લાવારિસ જેવી ફિલ્મોમાં બંને સાથે દેખાયા હતા. મનીષા કોઈરાલાએ જૅકી શ્રોફ સાથે વાત કરતા પોતાના અનુભવ બિલકુલ અલગ દર્શાવ્યો હતો.



બોલીવુડ લાઈફ સાથે વાત કરતા મનીષા કોઈરાલાએ જૅકી શ્રોફ સાથે પોતાની મુલાકાત અંગે વાત કરતા કહ્યું,'હું પહેલી મુલાકાત દાદાથી ડરતી હતી. તે ખરેખર મોટા સ્ટાર હતા. પરંતુ હું બોલીવુડમાં નવી હતી. હું નર્વસ અને શાંત હતી. મને લાગે છે કે સમય સાથે અમારી મિત્રતા મજબૂત થઈ હવે હું જૅકી સાથે વાત કરતા સમયે બિલકુલ રિલેક્સ ફીલ કરુ છું.'


ઉલ્લેખનીય છે કે પ્રસ્થાનમ 20 સપ્ટેમ્બરે રિલીઝ થઈ ચૂકી છે. સંજય દત્તની પત્ની માન્યતા દત્તના પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મને મિક્સ રિવ્યુઝ મળ્યા છે. જેમાં સંજય દત્ત એક બાહુબલી નેતાના રોલમાં છે. સંજય દત્તે કહ્યું કે તે પોતાની હિટ ફિલ્મ ખલનાયકની સિક્વલ બનાવવા જઈ રહ્યા છે. તેના માટે સંજય દત્તના પ્રોડક્શને ટાઈગર શ્રોફને એપ્રોચ કર્યો છે.

આ પણ વાંચોઃ તાપસી પન્નૂએ શૂટિંગ દરમિયાન ભેંસ સાથે કરી મસ્તી, જુઓ ફોટોઝ


દુબઈમાં એક ઈવેન્ટ દરમિયાન સંજય દત્તે કહ્યું હતું કે,'હું બીજા વિશે તો ન કહી શકું, પરંતુ અમે નિશ્ચિત રીતે ખલનાયકની સિક્વલ બનાવવાનું પ્લાન કરી રહ્યા છે. ફિલ્મનું નિર્માણ સંજય દત્ત એસ પ્રોડક્શન હાઉસના અંડર થશે. ફિલ્મને લઈને અમે ફક્ત વાતચીતની સ્થિતિમાં છીએ અને ફિલ્મના લીડ રોલમાં ટાઈગર શ્રોફ સાથે સંપર્ક કરી રહ્યા છે. ચર્ચા છે કે સિક્વલ ટાઈગર માધુરી દિક્ષીત અને જૅકી શ્રોફના પુત્રના રોલમાં દેખાશે.

Whatsapp-channel Whatsapp-channel

22 September, 2019 09:26 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK