Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મનીષાનું બોલ્ડ કમબૅક

મનીષાનું બોલ્ડ કમબૅક

02 December, 2011 08:12 AM IST |

મનીષાનું બોલ્ડ કમબૅક

મનીષાનું બોલ્ડ કમબૅક






મનીષા કોઇરાલા નેપાલમાં પોતાના લગ્નને બચાવવાની પૂરતી કોશિશો કરી રહી છે. જોકે સાથે-સાથે બૉલીવુડમાં પોતાના કમબૅક માટે પણ તે ઘણી ઉત્સાહિત છે. ઍક્ટ્રેસ-કમ-ડિરેક્ટર દીપ્તિ નવલના દિગ્દર્શન હેઠળની ‘દો પૈસે કી ધૂપ ચાર આને કી બારિશ’માં બાર વર્ષના બાળકની સેક્સવર્કર મા તરીકે તે બૉલીવુડમાં કમબૅક કરશે. ફિલ્મ મહિલા અને બાળકોના હકમાં કઈ રીતે તે મહિલાના વ્યવસાયના આધારે ભેદભાવ રાખવામાં આવે છે એ વિષય પર બનાવવામાં આવી છે.


મનીષા આ ફિલ્મને ૮ માર્ચે આવતા ઇન્ટરનૅશનલ વિમેન્સ ડેએ રિલીઝ કરવા માગે છે. આ ઉપરાંત ફિલ્મ માટે તે યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન) સાથે પણ ભાગીદારી કરવા માગે છે. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ આવી તે અમુક સેક્સવર્કર્સ સાથે પણ મુલાકાત કરશે. ફિલ્મના પ્રમોશન અને રિલીઝ માટે તે બે મહિના સુધી ભારત આવશે. ઘણા લોકો માને છે કે મનીષાની કરીઅર આ ફિલ્મ સાથે જોડાયેલી છે. જો આ ફિલ્મ સફળ રહેશે તો જ તે ફરી મુંબઈ આવવાનું વિચારશે.

Whatsapp-channel Whatsapp-channel

02 December, 2011 08:12 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK