મનીષા કોઇરાલા પર હવે સોમવારે ઑપરેશન થશે

Published: 7th December, 2012 07:17 IST

‘૧૯૪૨ : અ લવસ્ટોરી,’ ‘ખામોશી’ અને ‘બૉમ્બે’ સહિત અનેક હિન્દી, તામિલ અને અન્ય ભાષાઓની ફિલ્મોમાં અભિનય કરનાર બૉલીવુડની ૪૨ વર્ષની ઍક્ટ્રેસ મનીષા કોઇરાલાને ઑવરી (અંડાશય)નું કૅન્સર થયું હોવાથી તેના પર સોમવારે ન્યુ યૉર્કમાં ઑપરેશન થવાનું છે એમ તેના મૅનેજર સુબ્રતો ઘોષે કહ્યું છે.


તેમણે કહ્યું હતું કે ગઈ કાલે ઑપરેશન થવાનું હતું, પણ કેટલીક ટેસ્ટ કરવામાં આવ્યા બાદ હવે સોમવારે ઑપરેશન કરવાનો નિર્ણય ડૉક્ટરે લીધો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK