Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉનને કારણે આઠ મહિનાથી મમ્મીને નથી મળ્યો: મનીષ પૉલ

લૉકડાઉનને કારણે આઠ મહિનાથી મમ્મીને નથી મળ્યો: મનીષ પૉલ

10 September, 2020 06:39 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લૉકડાઉનને કારણે આઠ મહિનાથી મમ્મીને નથી મળ્યો: મનીષ પૉલ

મનીષ પૉલ

મનીષ પૉલ


‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’ના હોસ્ટ મનીષ પૉલે તેની મમ્મીને યાદ કરતાં જણાવ્યું હતું કે તે છેલ્લા 8 મહિનાથી તેની મમ્મીને નથી મળ્યો. ઝી ટીવી પર આવતો આ શો લોકોમાં ખૂબ લોકપ્રિય છે. તાજેતરમાં જ આ શોમાં ટીચર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. હવે આ શોમાં તમામ સિંગર્સની મમ્મીઓને સમર્પિત કરતાં પર્ફોર્મ કરશે. મમ્મી સ્પેશ્યલ એપિસોડમાં સ્પર્ધકો સ્ટેજ પર તેમની મમ્મીની ઓળખ પણ કરાવશે. શો દરમ્યાન જજિસ અને હોસ્ટને તેમની મમ્મી સરપ્રાઇઝ આપશે. મનીષ પૉલને પણ તેની મમ્મીએ એક વિડિયો મેસેજ મોકલ્યો છે. આ વિડિયો જોઈને તો મનીષની આંખમાં આંસુ આવી ગયાં હતાં. આ વિશે મનીષ પૉલે કહ્યું હતું કે ‘મારા માટે તો આ અતિશય અદ્ભુત ક્ષણ છે. અફસોસની વાત તો એ છે કે લૉકડાઉનને કારણે છેલ્લા 8 મહિનાઓથી હું મારી મમ્મીને નથી મળી શક્યો. હું મારી મમ્મીને ખૂબ મિસ કરી રહ્યો છું. તેના વિશે બોલવા માટે તો મારી પાસે શબ્દો પણ ઓછા પડે છે. તે મારા માટે આખી દુનિયા છે. મારી લાઇફમાં મેં જે પણ સિદ્ધિ મેળવી છે એના માટે હું તેનો આભારી છું. હું બાળપણમાં ખૂબ મસ્તીખોર બાળક હતો, પરંતુ તેણે મને હંમેશાં પ્રેમથી સંભાળ્યો હતો. આશા રાખું છું કે આ કપરો સમય પણ જલદી પસાર થઈ જશે જેથી હું મારી મમ્મીને મળી શકીશ. હું તેને દિલથી ખૂબ ચાહું છું. આ મેસેજ ખૂબ જરૂરી પણ હતો.’


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2020 06:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK