ડૉક્ટર રાઘવ બનીને લોકોને મનોરંજન આપવા ‘હમારીવાલી ગુડ ન્યુઝ’માં આવી રહ્યો છે મનીષ ગોયલ. ઝી ટીવી પર આવતા આ શોમાં સૃષ્ટિ જૈન, જુહી પરમાર અને શક્તિ આનંદ લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે. રેણુકાનું પાત્ર જુહી પરમાર અને તેના હસબન્ડ મુકુંદનો રોલ શક્તિ આનંદ ભજવી રહ્યાં છે. બન્ને વચ્ચે બોલાચાલી થઈ છે. જોકે આ ઝઘડાને ખતમ કરવાનો પ્રયાસ જુહીનું કૅરૅક્ટર કરે છે, પરંતુ આગમાં ઘી હોમવાનું કામ મનીષ ગોયલ એટલે ડૉક્ટર રાઘવ કરે છે. લગ્ન પહેલાં રેણુકા અને રાઘવ વચ્ચે પ્રેમ હોય છે. જોકે બન્નેનો પ્રેમ આગળ વધે એ પહેલાં જ મુકુંદ સાથે તેનાં લગ્ન થઈ જાય છે. એવામાં રાઘવ સ્ટોરીમાં ટ્વિસ્ટ લઈને આવી રહ્યો છે. તેના આવવાથી મુકુંદ અને રેણુકાના સંબંધો કેવા બને છે એ તો આવનારા એપિસોડ્સ જ જણાવશે. શોમાં પોતાની એન્ટ્રીને લઈને મનીષ ગોયલે કહ્યું હતું કે ‘મને જ્યારે શોના કન્સેપ્ટ વિશે જણાવવામાં આવ્યું તો હું તરત જ એની સાથે જોડાઈ ગયો હતો. ‘હમારીવાલી ગુડ ન્યુઝ’ એક તદ્દન અલગ સ્ટોરી છે. અનેક શોઝ મેં કર્યા
હોવાથી હું આ તકને ગુમાવવા નહોતો માગતો. આ શો અને મારો રોલ હટકે છે. હું ડૉક્ટર રાઘવનો રોલ ભજવી રહ્યો છું જેના પર કેટલીક જવાબદારીઓ હોય છે. આશા રાખું છું કે એ જવાબદારીઓને સારી રીતે ભજવી શકું. મને પૂરી ખાતરી છે કે મને એ પાત્રને વિવિધ રીતે ભજવવાની તક મળવાની છે. સાથે જ મારી ઍક્ટિંગની કુશળતાને દેખાડવા મળશે. આશા રાખું છું કે મારા રોલ દ્વારા હું લોકોને જોડી રાખીશ.’
બાવરા દિલમાં આદિત્ય અને કિંજલ જમાવશે જોડી
15th January, 2021 18:01 ISTઉત્કર્ષા નાઈકે લોકોની ટૅલન્ટને મંચ આપવા માટે નાનકડું થિયેટર શરૂ કર્યું છે
15th January, 2021 09:02 ISTપંડ્યા સ્ટોરનું શૂટિંગ સોમનાથમાં શરૂ
15th January, 2021 08:54 ISTધર્મેન્દ્ર સૌથી વધુ ફ્લર્ટ કરતા હતા
15th January, 2021 08:50 IST