ત્રીજા વીક એન્ડમાં આટલી વધી મણિકર્ણિકાની કમાણી, 100 કરોડની વધુ નજીક

Feb 11, 2019, 15:56 IST

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જીવનગાથા પર બનેલી ફિલ્મ મણિકર્ણિકા 26 જાન્યુઆરીના રિલીઝ થઈ હતી.

ત્રીજા વીક એન્ડમાં આટલી વધી મણિકર્ણિકાની કમાણી, 100 કરોડની વધુ નજીક
મણિકર્ણિકા

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જીવનગાથા પર બનેલી ફિલ્મ મણિકર્ણિકા 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મે ઓપનિંગ વીક એન્ડમાં ધમાલ મચાવી દીધી હતી.

કંગના રનોટની ફિલ્મ 'મણિકર્ણિકા - ધ ક્વીન ઑફ ઝાંસી'નું બૉક્સ ઑફિસમાં ત્રીજું વીક એન્ડ ચાલી રહ્યું છે અને આખું અઠવાડિયું મંદ રહ્યા બાદ શનિવારે મણિકર્ણિકાના કલેક્શન્સમાં ઘણો ઉછાળ જોવા મળ્યો, દરમિયાન ફિલ્મ 100 કરોડની વધુ નજીક પહોંચી ગઈ છે.

શુક્રવારે (8 ફેબ્રુઆરીના રોજ) મણિકર્ણિકા ફિલ્મને ત્રીજુ અઠવાડિયુ શરૂ થઈ ગયું. જોકે આ અઠવાડિયાની શરૂઆત ખૂબ જ ધીમી હતી. ફિલ્મે માત્ર 1.25 કરોડનું કલેક્શન કર્યું હતું, પણ શનિવારે મણિકર્ણિકાના કલેક્શન્સમાં ઉછાળ આવ્યો અને 2.65 કરોડ ફિલ્મના ખાતે જોડાયા. નોંધપોત્ર બાબત એ છે કે ફિલ્મ માટે આ 100 ટકાથી પણ વધુનો ઉછાળ છે. આ જ ગતિ રવિવારે પણ આમ જ વધી રહી અને ફિલ્મ ન તો માત્ર 3.25 કરોડ મેળવ્યા પણ તેની સાથે ફિલ્મનું 17 દિવસનું કલેક્શન 91.70 કરોડ થઈ ગયું, એટલે કે 100 કરોડમાં માત્ર 8.30 કરોડનું અંતર છે.

મણિકર્ણિકા ફિલ્મ, manikarnika movieમણિકર્ણિકા

બીજા અઠવાડિયે મણિકર્ણિકાની ધાર

શુક્રવારે (1 ફેબ્રુઆરીના રોજ) મણિકર્ણિકા રિલીઝના બીજા અઠવાડિયે જ જોડાઈ ગઈ હતી. ફિલ્મે શુક્રવારે રૂ. 3.50 કરોડ, શનિવારે 5.25 કરોડ, રવિવારે 6.75 કરોડ, સોમવારે 2.25 કરોડ, મંગળવારે 2.05 કરોડ, બુધવારે 1.85 કરોડ અને ગુરુવારે 1.75 કરોડનું કલેક્શન કર્યું. બીજા અઠવાડિયે મણિકર્ણિકાએ માત્ર 23.04 કરોડનું કલેક્શન કર્યું, જેને જોડીને બે અઠવાડિયા પછી મણિકર્ણિકાનું કલેક્શન રૂ84.55 કરોડ થઈ ગયું.

આ પણ વાંચો : કંગના રનોટે કેમ એવું કહ્યું કે મૈં ઇનકી વાટ લગા દૂંગી

પહેલા અઠવાડિયે મણિકર્ણિકાની માર

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જીવનગાથા પર બનેલી ફિલ્મ મણિકર્ણિકા 26 જાન્યુઆરીના રિલીઝ થઈ હતી. ફિલ્મે ઓપનિંગ વીક એન્ડમાં તો ધમાલ મચાવી દીધી હતી. પહેલા દિવસે 8.75 કરોડની કમાણી કરી હતી, પણ બીજા દિવસે અટલે કે શનિવારે 26ના દિવસે તો જાણે તોફાન આવ્યું તેમ ફિલ્મે 18.10 કરોડનું જબરજસ્ત કલેક્શન કર્યું, એટલે કે 100 ટકાથી પણ વધુનો ઉછાળો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK