એમેઝોન પ્રાઈમની ગોરમિન્ટમાં હવે ઈરફાન ખાનની જગ્યાએ માનવ કૌલ

Updated: Jan 22, 2020, 13:10 IST | Mumbai Desk

આ પોલિટિકલ કોમેડી સિરીઝની જાહેરાત બે વર્ષ પહેલા થઈ હતી પણ એનું કામ હવે શરૂ થઈ જશે

બે વર્ષ પહેલા એમેઝોન પ્રાઈમ વીડિયો દ્વારા ‘ગોરમિન્ટ’ નામની એક વેબ સિરીઝની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિક્શનલ પોલિટિકલ કોમેડી સિરીઝમાં ઈરફાન ખાન લીડ રોલમાં હતો પણ અભિનેતાની નાદુરસ્ત તબિયતને લીધે આ પ્રોજેક્ટના મેકિંગમાં મુશ્કેલી ઊભી થઈ હતી. હવે એમેઝોને જુદી કાસ્ટ સાથે આ સિરીઝ ફરી હાથમાં લીધી છે. ‘તુમ્હારી સુલુ’, બદલા, કાઈપો છે તથા નેટફ્લિક્સની ફિલ્મ મ્યુઝિક ટિચરમાં જોવા મળેલો અભિનેતા માનવ કૌલ હવે ‘ગોરમિન્ટ’માં લીડ રોલ ભજવશે.

‘ગોરમિન્ટ’ના ડિરેક્ટર અપય્યા કેએમ છે અને તેમાં માનવ કૌલ ઉપરાંત શિખા તલસાણીયા, ગિરીશ કુલકર્ણી, સ્મિતા જયકર અને સુલભા આર્યા પણ મહત્વના રોલમાં જોવા મળશે. તો રોહન જોશી અને આશિષ શક્યા રાઈટર તરીકે આ સિરીઝ સાથે જોડાયા છે. જો કે, ગુરસિમરન ખાંબા, કે જે અગાઉ આ સિરીઝ લખવાના હતા એ હવે નહીં લખે જેનું કારણ કોમેડી ગ્રુપ એઆઈબીના કેટલાક મેમ્બર પર લાગેલો જાતીય સતામણીનો આરોપ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK