મલ્લિકા શેરાવતે ફુલાવેલો અફવાનો ફુગ્ગો ફૂટી ગયો

Published: 20th September, 2012 06:12 IST

તેના હૉલીવુડના સ્ટાર ઍન્ટોનિયો બંદેરાસ સાથેના અફેરની ચર્ચા, પણ ઍન્ટોનિયો તો તેને સરખી રીતે ઓળખતો પણ નથી
થોડાં અઠવાડિયાં પહેલાં મલ્લિકા શેરાવત અને હૉલીવુડનો સ્ટાર ઍન્ટોનિયો બંંદેરાસ અત્યંત ઉત્કટતાથી સાથે ડાન્સ કરતાં હોય એવા ફોટા જાહેર થયા હતા. આ ફોટાના પગલે-પગલે મલ્લિકા અને ઍન્ટોનિયો વચ્ચે રોમૅન્સ ચાલતો હોવાની અને એને કારણે ઍન્ટોનિયોના ૧૬ વર્ષના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હોવાના સામાચાર આવ્યા હતા. જોકે આ બધા સમાચાર ગપગોળા સાબિત થયા છે. મળતી માહિતી પ્રમાણે ઍન્ટોનિયો અને તેની પત્નીના સંબંધો આજે પણ મજબૂત છે અને તેમનો અલગ પડવાનો કોઈ ઇરાદો નથી.

આ મુદ્દે વાત કરતાં બૉલીવુડની એક વ્યક્તિ કહે છે, ‘મલ્લિકા ઇન્ટરનૅશનલ ઇવેન્ટ્સમાં હૉલીવુડની સેલિબ્રિટીઓની આસપાસ ચક્કર કાપતી જોવા મળે છે જેને કારણે તેની પર્સનલ લાઇફ અને પ્રોફેશનલ લાઇફ વિશે જાતજાતની ચર્ચાર્ થતી રહે છે. મજાની વાત તો એ છે કે મલ્લિકા ક્યારેય આ ચર્ચાઓ વિશે સ્પષ્ટતા નથી કરતી જેને કારણે એમાં વધારો થતો રહે છે. મલ્લિકા અને ઍન્ટોનિયો વચ્ચે ડાન્સ વખતે ક્ષણિક નિકટતા ઊભી થઈ હતી, પણ ભારતીય મિડિયાએ એનું રજનું ગજ કરી નાખ્યું.’

લૉસ ઍન્જલસમાં ઍન્ટોનિયોના પબ્લિસિસ્ટનો સંપર્ક કરતાં પહેલાં તો તેમની ટીમે ‘મલ્લિકા કોણ?’ એવો જ પ્રશ્ન પૂછ્યો હતો જેના પરથી સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે અહીં જે વાતની આટલીબધી ચર્ચા થાય છે એનો ત્યાં અંદેશો પણ નથી. આ મુદ્દે મલ્લિકાએ કોઈ કમેન્ટ નથી કરી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK