મલ્લિકા શેરાવત આ વખતે થર્ટીફર્સ્ટની નાઇટે દોઢ કરોડ રૂપિયા માટે લૉસ ઍન્જલસમાં

Published: 18th December, 2012 05:49 IST

મલ્લિકા શેરાવત અત્યારે અમેરિકામાં છે. આ નવા વર્ષની રાતે તે લૉસ ઍન્જલસમાં પર્ફોમ કરવાની છે. બૉલીવુડની આ સેક્સી હિરોઇનને થર્ટીફર્સ્ટની નાઇટની પાર્ટીમાં નાચવા માટે દોઢ કરોડ રૂપિયા મળવાના છે. છેલ્લાં કેટલાંય વષોર્થી મુંબઈનાં પરાંઓની ફાઇવસ્ટાર હોટેલોમાં થર્ટીફર્સ્ટની નાઇટમાં જતી મલ્લિકા આ વર્ષે બ્રેક લેશે એવું લાગતું હતું, પણ એવું નથી થયું. તે લૉસ ઍન્જલસમાં જ નાચવાની છે.તેણે આ વખતે ૨૦૧૩નું સ્વાગત લૉસ ઍન્જલસમાં કરવાનું નક્કી કરેલું ત્યારથી તેને ઘણી ઑફરો આવી રહી હતી. તેણે લૉસ ઍન્જલસની એક પ્રાઇવેટ પાર્ટીમાં નાચવાનું પસંદ કર્યું છે. ત્યાં તેને ડૉલરમાં કિંમત મળશે, જેના આશરે ૧.૫ કરોડ રૂપિયા થાય. ત્યાં તે બૉલીવુડ મિક્સ અને ઇન્ટરનૅશનલ ગીતો પર પર્ફોમ કરશે.

છેલ્લા કેટલાક વખતથી થર્ટીફર્સ્ટની પાર્ટી માટે સૌથી વધુ રૂપિયા કમાતી હિન્દી ફિલ્મોની હિરોઇન મલ્લિકા શેરાવત હતી. ગયા વર્ષે તેણે જુહુની એક હોટેલમાં અડધો કલાક પર્ફોમ કરેલું અને એ માટે તેણે મિનિટના ચાર લાખ રૂપિયા લેખે ફી લીધેલી. આ પહેલાંનાં વષોર્માં પણ તેણે આટલી જ તગડી કમાણી કરી હતી.

મલ્લિકાને તો મજા છે, કેમ કે તેને અમેરિકામાં પણ ન્યુ યર પાર્ટીમાં નાચવાની તગડી કમાણી થઈ છે. અહીં ઇન્ટરનૅશનલ ક્રાઉડને એન્ટરટેઇન કરવા માટે તે ખાસ તૈયારીઓ પણ કરી રહી છે.

છેલ્લા કેટલાય વખતથી અમેરિકામાં સ્થાયી જઈ જવાની છે એવા સમાચાર મળતા રહ્યા છે એમ છતાં વચ્ચે તેણે ‘કિસ્મત લવ પૈસા દિલ્લી’ કરેલી. એ વિશે મલ્લિકા કહે છે, ‘હું ગમે ત્યાં જાઉં, સૌથી પહેલાં તો હું બૉલીવુડની ઍક્ટ્રેસ જ છું. આજે હું જે કાંઈ પણ કરું છું એ હિન્દી ફિલ્મોને કારણે જ છે. હું બીજી તકો માટે પણ ખુલ્લું મન ધરાવું છું.’

જાન્યુઆરીમાં તે ફિલ્મના શૂટિંગ માટે મુંબઈ પાછી આવી રહી છે.

બિપાશા પણ!


એવું જાણવા મળ્યું છે કે બિપાશા પણ થર્ટીફર્સ્ટની પાર્ટીમાં દુબઈમાં પર્ફોમ કરવાની છે. તેને ગયા વર્ષે ન્યુ યર પાર્ટીના જેટલા રૂપિયા મળેલા એનાથી ડબલ રૂપિયા ઑફર કરવામાં આવ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK