મલ્લિકાએ ભંવરીદેવી બનવાનો કર્યો ઇનકાર

Published: 5th September, 2012 05:18 IST

સર્જકોએ તેની મંજૂરી લીધા વગર નામ જાહેર કરી દેતાં અપસેટ થઈને લીધો આવો નિર્ણય

mallika-bhavri-deviપ્રોડ્યુસર કે. સી. બોકાડિયા ચર્ચાસ્પદ બનેલી રાજસ્થાનની નર્સ ભંવરીદેવીના જીવન પરથી જે ફિલ્મ બનાવવાનું આયોજન કરી રહ્યા હતા એમાં અવરોધ આવી ગયો છે. થોડા સમય પહેલાં ફિલ્મના સર્જકો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે આ ફિલ્મમાં ભંવરીદેવીનો રોલ મલ્લિકા શેરાવત ભજવશે. જોકે હવે મલ્લિકાએ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. ચર્ચા છે કે સર્જકોએ તેની પરવાનગી લીધા વગર નામ જાહેર કરી દેતાં અપસેટ થઈને તેણે આવો નિર્ણય લીધો છે.

આ મુદ્દે વાત કરતાં મલ્લિકાની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘ફિલ્મના સર્જકોએ ભંવરીદેવી પરથી બની રહેલી ફિલ્મમાં અનોખીદેવીનું મુખ્ય પાત્ર ભજવવા માટે મલ્લિકાનો સંપર્ક કર્યો હતો. આ ફિલ્મમાં જૅકી શ્રોફ, ઓમ પુરી અને આશુતોષ રાણા પણ કામ કરવાના હતા. મલ્લિકાએ તેમને પહેલાં ફિલ્મની સ્ક્રિપ્ટ મોકલવા જણાવ્યું હતું, પણ પ્રોડ્યુસરોએ એ મોકલવાની તસ્દી નહોતી લીધી અને અધૂરામાં પૂરું સર્જકોએ તેની પરવાનગી લીધા વગર નામ જાહેર કરી દીધું હતું. સર્જકોના આ પ્રકારના અભિગમથી મલ્લિકાએ અપસેટ થઈને ફિલ્મમાં કામ ન કરવાનો નિર્ણય લીધો હતો.’

મળતી માહિતી પ્રમાણે સર્જકોના આ પ્રકારના અભિગમથી મલ્લિકાનો ભાઈ વિક્રમ બહુ અપસેટ થઈ ગયો હતો અને તેને લાગ્યું હતું કે તેઓ મલ્લિકાના નામે પબ્લિસિટી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મલ્લિકા બની ગઈ છે બેટર ડાન્સર

મલ્લિકા શેરાવતની ગણતરી બૉલીવુડની ટોચની આઇટમ-ગર્લ તરીકે થાય છે. મલ્લિકાની આગામી ફિલ્મ ‘કિસ્મત લવ પૈસા દિલ્લી’માં તેનું એક જબરદસ્ત આઇટમ-સૉન્ગ છે જેની કોરિયોગ્રાફી ‘ગુરુ’માં તેના માટે ‘મૈયા મૈયા’ કોરિયોગ્રાફ કરનારા બ્રિન્દાએ કરી છે. મલ્લિકા સાથેનો પોતાનો અત્યારનો અનુભવ જણાવતાં બ્રિન્દા કહે છે, ‘અમે જ્યારે ‘ગુરુ’ના ગીત માટે શૂટિંગ કર્યું હતું ત્યારે મલ્લિકા ડાન્સ કરવા માટે બહુ કમ્ફર્ટેબલ નહોતી અને મારે તેની પાસે બરાબર સ્ટેપ્સ કરાવવા બહુ મહેનત કરવી પડી હતી. જોકે હવે મલ્લિકા સારી ડાન્સર બની ગઈ છે. ‘કિસ્મત લવ પૈસા દિલ્લી’ના આઇટમ-સૉન્ગનાં ડિફિકલ્ટ સ્ટેપ્સ તો તેણે બે કલાકનું જ રિહર્સલ કરીને પરફેક્ટ રીતે કરી બતાવ્યાં હતાં.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK