મલ્હાર ઠાકરની અપકમિંગ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર

અમદાવાદ | Aug 13, 2019, 13:29 IST

ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકરની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ શરતો લાગુ સુપરહિટ થઈ હતી. જો કે આ ફિલ્મ બાદ મલ્હાર શું કરી રહ્યા છે તે કોઈને નહોતી ખબર.

મલ્હાર ઠાકરની અપકમિંગ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર
Image Courtesy : Malhar Thakar Instagram

ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકરની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ શરતો લાગુ સુપરહિટ થઈ હતી. જો કે આ ફિલ્મ બાદ મલ્હાર શું કરી રહ્યા છે તે કોઈને નહોતી ખબર. મલ્હારની અપકમિંગ ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો કે આ ગેપ મલ્હાર ઠાકરની તાજેતરમાં જ રિલીઝ થયેલી વેબસિરીઝ 'ડુ નોટ ડિસ્ટર્બે' પૂરી દીધો. પરંતુ હવે લગભગ 6 મહિનાના બ્રેક બાદ ફરી મલ્હારની નવી ફિલ્મ અંગે ખુલાસો થયો છે.

મલ્હાર ઠાકરની અપકમિંગ ફિલ્મનું નામ છે 'સારાભાઈ'. જેનો ફર્સ્ટ લુક વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈના 100મા જન્મદિવસે રિવીલ કરવામાં આવ્યો. મલ્હાર ઠાકરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરીને ફર્સ્ટ લૂક જાહેર કર્યો હતો. જેમાં મલ્હારે કેપ્શન આપ્યું હતું,'Last but not the least..સારાભાઈ ના આજે 100 વર્ષ'.

આવો છે ફિલ્મનો ફર્સ્ટ લૂક

 
 
 
View this post on Instagram

Last but not the least.. સારાભાઈ ના આજે 100 વર્ષ

A post shared by Malhar Thakar (@malhar028) onAug 12, 2019 at 11:28am PDT


ઉલ્લેખનીય છે કે મલ્હાર ઠાકર કોઇક ફિલ્મમાં કામ કરી રહ્યા છે તેવા સારા સમાચાર તેણે પોતાના ચાહકોને પહેલા જ આપી દીધા છે. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક પણ સામે આવી ગયો છે. આ પહેલા અમેરિકામાં યોજાયેલા ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં સારાભાઈનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો હતો. મલ્હાર ઠાકરની અપકમિંગ ફિલ્મ નીરજ જોશી ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ નીરજ જોશી ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ પહેલા મલ્હાર ઠાકર અને નીરજ જોશી કૅશ ઓન ડિલીવરી અને શરતો લાગુમાં સાથે કામ કરી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ Nadia Himani:ક્રિમિનલ લૉયર બનવા ઈચ્છતા હતા સાવજ એક પ્રેમગર્જનાની 'મોંઘી'

ફિલ્મનો ફર્સ્ટ લૂક ઈન્ટ્રેસ્ટિંગ છે. પોસ્ટરમાં લખેલા બધા જ અક્ષરો સીધા છે, પરંતુ મલ્હારનો ફોટો ઉંધો છે. એ સૂચવે છે ફિલ્મમાં મલ્હારનું પાત્ર પણ કંઇક વિચિત્ર હોઇ શકે છે. તેની સાથે જ મલ્હારે ગાંધી સ્ટાઇલના ગોળ કાંચ ધરાવતા ચશ્માં પહેર્યા છે. ફિલ્મમાં પાર્થ ભરત ઠક્કરનું મ્યુઝિક છે અને નિરેન ભટ્ટના લિરિક્સ છે. પૂજા ઝવેરી ફિલ્મમાં મલ્હાર સાથે રોમાન્સ કરતા જોવા મળશે. જો કે હજી સુધી ફિલ્મના ટાઈટલ કે સ્ટોરી વિશે કોઈ ખુલાસો નથી થયો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK