મલ્હાર ઠાકર માનસી પારેખ સાથે દેખાશે ગુજરાતી વેબસિરીઝમાં

Published: Jul 19, 2019, 16:10 IST | અમદાવાદ

મલ્હાર ઠાકર પોતાના અપકમિંગ પ્રોજેક્ટ સાથે ફેન્સને હસાવવા માટે તૈયાર છે. જો કે આ વખતે મલ્હાર ઠાકરની કોઈ ફિલ્મ રિલીઝ નથી થઈ રહી. પરંતુ મલ્હાર ઓટીટી પ્લેટ ફોર્મ એટલે કે વેબ સિરીઝમાં ડેબ્યુ કરી રહ્યા છે.

મલ્હાર ઠાકર પોતાના અપકમિંગ પ્રોજેક્ટ સાથે ફેન્સને હસાવવા માટે તૈયાર છે. જો કે આ વખતે મલ્હાર ઠાકરની કોઈ ફિલ્મ રિલીઝ નથી થઈ રહી. પરંતુ મલ્હાર ઓટીટી પ્લેટ ફોર્મ એટલે કે વેબ સિરીઝમાં ડેબ્યુ કરી રહ્યા છે. જી હાં, ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર વેબસિરીઝમાં ડેબ્યુ કરી રહ્યા છે. આ વેબ સિરીઝમાં મલ્હાર ઠાકરની સાથે જાણીતા એક્ટ્રેસ માનસી પારેખ ગોહિલ છે. ગુજરાતી નાટકો અને હિન્દી ઈન્ડસ્ટ્રી બાદ હવે પહેલીવાર તેઓ ગુજરાતી પ્રોજેક્ટમાં સ્ક્રીન પર ડેબ્યુ કરી રહ્યા છે.

મલ્હાર ઠાકર અને માનસી પારેખ ગોહિલની આ વેબસિરીઝનું નામ Do not Disturb છે, જે Mx player પર 26 જુલાઈથી સ્ટ્રીમ થવાની છે. ખુદ મલ્હાર ઠાકરે પોતાના ફેસબુક પેજ પર વેબસિરીઝનું પોસ્ટર શૅર કરીને ફેન્સને આ માહિતી આપી છે.

તો આ પહેલા માનસી પારેખ ગોહિલે પણ વેબ સિરીઝનું ટ્રેલર પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યું હતું.

આ વેબસિરીઝમાં મલ્હાર મૌલિકનું પાત્ર ભજવી રહ્યા છે, તો માનસી પારેખ ગોહિલ મીરાના રોલમાં દેખાશે. ટ્રેલર પરથી લાગી રહ્યું છે કે આ વેબસિરીઝ એક ગુજરાતી પતિ પત્નીની સ્ટોરી છે, બંનેના ઘરમાં ચાર દિવાલોની અંદરના સંબંધોની વાત છે. જો કે વેબ સિરીઝ અંગે હજી કોઈ વધુ માહિતી સામે નથી આવી.

આ પણ જુઓઃ જ્યારે 47 ધનસુખ ભવનની સ્ટાર કાસ્ટે આપી ગુજરાતીની પરીક્ષા !

વર્ક ફ્રંટની વાત કરીએ તો મલ્હાર ઠાકર હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'સારાભાઈ'ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેમની સાથે પૂજા ઝવેરી છે. તો માનસી પારેખ ગોહિલ છેલ્લે ઉરી સર્જિકલ સ્ટ્રાઈકમાં દેખાયા હતા.

આ ઉપરાંત માનસી પારેખ ગોહિલ હિન્દી શોર્ટ ફિલમ્સમાં પણ કામ કરી ચૂક્યા છે. માનસી પારેખ ગોહિલ એ જાણીતા ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલના પત્ની છે. દર્શકો પણ આ ફ્રેશ જોડીને રોમ કોમ વેબ સિરીઝમાં જોવા માટે ઉત્સાહિત છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK