મોહનલાલની દૃશ્યમ 2 ઑનલાઇન રિલીઝ થશે

Published: 2nd January, 2021 13:24 IST | Agency | Thiruvananthapuram

મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની ‘દૃશ્યમ 2’ને ઑનલાઇન રિલીઝ કરવામાં આવશે.

મોહનલાલ
મોહનલાલ

મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની ‘દૃશ્યમ 2’ને ઑનલાઇન રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું એક ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં મોહનલાલનું પાત્ર જ્યૉર્જ કુટ્ટી પોલીસને કહે છે કે આ નવું પોલીસ-સ્ટેશન તેની ફૅમિલીને પ્રોટેક્ટ કરશે. તેનો કહેવાનો મતલબ એ છે કે આ પોલીસ-સ્ટેશનની નીચે જે છે એ હંમેશાં માટે ત્યાં દફન થઈને રહેશે. જોકે એ થોડું મુશ્કેલ લાગે છે. આ ફિલ્મને આ વર્ષે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવશે. આ સિરીઝની પહેલી ફિલ્મ ‘દૃશ્યમ’ ૨૦૧૩માં રિલીઝ થઈ હતી. ત્યાર બાદ એના પરથી અજય દેવગનની એ જ નામની ફિલ્મ પણ બની હતી. આ વિશે મોહનલાલે કહ્યું હતું કે ‘મારી ‘દૃશ્યમ’ સમય પહેલાંની અદ્ભુત થ્રિલર ફિલ્મ હતી. આ ફિલ્મને દરેક દ્વારા પસંદ કરવામાં આવી હતી. ‘દૃશ્યમ 2’માં જ્યૉર્જ કુટ્ટી અને તેની ફૅમિલીની સ્ટોરી જ્યાં અટકી હતી એનાથી આગળ કરવામાં આવી છે. અમને ખબર છે કે આ ફિલ્મની સીક્વલ માટે દર્શકોએ ખૂબ જ રાહ જોઈ છે. અમારા ડાઇ-હાર્ડ ફૅન માટે અમે તેમની આશા પર ખરા ઊતરીએ એવી આશા રાખીએ છીએ. આ ફિલ્મને તેઓ તેમના ઘરમાં બેઠાં-બેઠાં સેફ્ટી સાથે તેમની ફૅમિલી સાથે જોઈ શકશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK