Malang Poster: દિશા અને આદિત્ય રૉય કપૂરનો પોસ્ટર રિલીઝ, દેખાયા બૉલ્ડ

Published: Jan 04, 2020, 14:30 IST | Mumbai Desk

આદિત્ય પોતાની છેલ્લી ફિલ્મોથી ખૂબ જ અલગ દેખાતો હતો. તો હવે આ ફિલ્મનો વધુ એક નવું પોસ્ટર રિલીઝ થયું છે, જે ખૂબ જ બોલ્ડ છે.

બોલીવુડ એક્ટર આદિત્ય રૉય કપૂર અને દિશા પટણી હાલ પોતાની આગામી ફિલ્મ 'મલંગ'ને લઈને ચર્ચામાં છે. આદિત્ય અને દિશા સ્ટારર ફિલ્મ 'મલંગ'ને વર્ષ 2020ની મોટી ફિલ્મોમાંની એક માનવામાં આવી રહી છે. આ ફિલ્મનો ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કાલે એટલે કે 3 જાન્યુઆરીના રિલીઝ થયો હતો. જેમાં આદિત્ય પોતાની છેલ્લી ફિલ્મોથી ખૂબ જ અલગ દેખાતો હતો. તો હવે આ ફિલ્મનો વધુ એક નવું પોસ્ટર રિલીઝ થયું છે, જે ખૂબ જ બોલ્ડ છે.

ફિલ્મ 'મલંગ'ના નવા પોસ્ટમાં આદિત્ય રૉય કપૂર અને દિશા પટણી ખૂબ જ બોલ્ડ અંદાજમાં કિસ કરતાં દેખાય છે. તસવીરમાં તમે જોઈ શકો છો કે દિશા, આદિત્યના ખભા પર બેસીને તેને કિસ કરી રહી છે. આ પોસ્ટરને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શૅર કર્યો છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને ઝડપથી વાયરલ થઈ રહી છે.

અહી ં જુઓ પોસ્ટર

કાલે રિલીઝ થયેલા પોસ્ટરમાં આદિત્ય રૉય કપૂર શર્ટલે થઈને ગુસ્સામાં ચિલ્લાવતો દેખાઇ રહ્યો હતો. તસવીરમાં તેના હાથની નસો અને આર્મી સ્ટાઇલમાં વાળ અને દાઢી તેને ખૂબ જ અલગ અંદાડમાં રજૂ કરી રહી છે. તેના લૂકમાં જનૂન જોઇ શકાય છે. આદિત્યએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટર શૅર કરતાં લખ્યું, 'પ્યાર કી નફરત ભી પવિત્ર હોતી હૈ.'

આ પણ વાંચો : Natasa Stankovic: આટલી ગ્લેમરસ છે હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ, જુઓ ફોટોઝ

જણાવીએ કે ફિલ્મનું ટ્રેલર 6 જાન્યુઆરીએ રિલીઝ થશે. મૂવીના નિર્દેશક મોહિત સૂરી છે. તો ફિલ્મમાં આદિત્ય, દિશા સિવાય અનિલ કપૂર અને કુણાલ ખેમૂ પણ મુખ્ય પાત્રમાં છે. ફિલ્મને લવ રંજન અને અંકુર ગર્ગ મળીને પ્રૉડ્યૂસ કરી રહ્યો છે. ફિલ્મની શૂટિંગ લોકેશનથી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK