Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મલાઇકા અરોરાએ બૉયફ્રેન્ડ અર્જુન કપૂરને ઇન્સ્ટાગ્રામ લાઇવ પર કરી ટ્રોલ

મલાઇકા અરોરાએ બૉયફ્રેન્ડ અર્જુન કપૂરને ઇન્સ્ટાગ્રામ લાઇવ પર કરી ટ્રોલ

28 April, 2020 12:25 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મલાઇકા અરોરાએ બૉયફ્રેન્ડ અર્જુન કપૂરને ઇન્સ્ટાગ્રામ લાઇવ પર કરી ટ્રોલ

અર્જુન કપૂર સાથે મલાઇકા અરોરા

અર્જુન કપૂર સાથે મલાઇકા અરોરા


ફિલ્મ અભિનેતા અર્જુન કપૂરની દિનચર્યાનો ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરાએ મદાક ઉડાડ્યો અને મસ્તીમાં કોમેન્ટ કરતાંતેને 'ખૂબ જ રસપ્રદ' કહી. અર્જુન કપૂર અને મલાઇખા અરોરાએ ઘણીવાર આવીરીતે મજાક મસ્તી કરતાં હોય છે અને ક્યારેય મસ્તી કરવાની તક ગુમાવતાં નથી. ત્યારે તાજેતરમાં જ મલાઇકાએ ફરી અર્જુન કપૂરની મશ્કરી કરી.




મલાઇખા અર્જુનના ઇન્સ્ટાગ્રામ લાઇવ પર જોડાઇ અને લૉકડાઉન દરમિયાન જ્યારે તે પોતાની ડેલી રૂટીન વિશે વાત કરતો હતો. ત્યારે તેનો મજાક ઉડાડ્યો. કોરોનાવાયરસ મહામારીને કારણે બધી શૂટિંગ પ્રતિબંધિત છે. ત્યારે આ બધા કલાકારો માટે કામમાં ખૂબ જ આવશ્યક બ્રેક બની ગયું છે.


અર્જુને એક વાતચીતમાં શૅર કર્યું કે આઇસોલેશનમાં તે પોતાનો સમય કેવી રીતે પસાર કરે છે. અર્જુન પોતાની બહેન અંશુલા કપૂર સાથે છે, અને કહ્યું કે, તે લગભગ 9 વાગ્યે ઉઠે છે અને એક કલાક માટે પથારી પર જ પડ્યો રહે છે. પછી તે કૉફી પીએ છે અને સમાચાર જુએ છે. તેણે જણાવ્યું કે લૉકડાઉનમાં તે નાશ્તો કરતો નથી અને તે ક્યારેક ક્યારેક ઉપવાસ પણ કરે છે. બપોરે જમ્યા પહેલા તે પોતાનું વર્કઆઉટ કરી લે છે. બપોરે જમ્યા પછી તે ટીવી જુએ છે અને પોતાના ફોનમાં આવેલી માહિતી જોઇ લે છે. ત્યાર બાદ સાંજે ટેરેસ પર સમય પસાર કરે છે. રાતે જમીને ટીવી જુએ છે.

આરજે મલિષ્કાએ આના પર કોમેન્ટ કરી કે તેનું સેલ્ફ આઇસોલેશન 'ખૂબ જ કંટાળાજનક' છે. મલાઇકાએ આનંદ લેતાં કહ્યું કે 'ખૂબ જ રસપ્રદ' લાગી રહ્યું છે. અર્જુન અને મલાઇકા છેલ્લા કેટલાક સમયથી રિલેશનશિપમાં છે અને તેમના લગ્નને લઇને પણ અનેક અટકળો લગાડવામાં આવી રહી છે. તાજેતરમાં જ એક ઇન્સ્ટાગ્રામ લાઇવમાં તેણે લગ્નની અફવાઓ પર પોતાની વાત રજૂ કરતા કહ્યું હતું કે, "હું તમને બધાંને જણાવીશ કે હું ક્યારે લગ્ન કરીશ. અત્યારે આવો કોઇ જ વિચાર નથી."

તેણે આગળ જણાવ્યું કે, "અત્યારે લગ્ન કરવા પણ હોય તો કેવી રીતે શક્ય થશે?" દરમિયાન અર્જુન કોરોના વાયરસ મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત લોકો માટે પણ કામ કરી રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં તે પાંચ લોકો સાથે વર્ચ્યુઅ ડિનર ડેટ પર ગયો હતો. આથી આવતી રકમનો ઉપયોગ એક મહિના માટે 300 દૈનિક મજૂર શ્રમિકોના પરિવારોને ખવડાવવા માટે કરવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2020 12:25 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK