અર્જુન કપૂર સાથે લગ્ન ક્યારે? મલાઈકા હસી અને આપ્યો આ જવાબ

Published: Jun 30, 2019, 17:14 IST | મુંબઈ

મલાઈકાથી પૂછવામાં આવી રહ્યું છે કે તે લગ્ન ક્યારે કરી રહી છે આ સવાલને મલાઈકાએ હસીને ટાળી દીધું અને કહ્યું કે થોડુ પર્સનલ છે એટલે તે એના પર જવાબ નહીં આપે.

મલાઈકા-અર્જુન
મલાઈકા-અર્જુન

મલાઈકા અરોરાએ અર્જુન કપૂરના બર્થ-ડે પર પોતાની એક તસવીર પોસ્ટ કરી આ વાતની જાહેરાત કરી દીધી હતી કે તે અને અર્જુન કપૂર એકબીજાને ડેટ કરી રહ્યા છે. એની સાથે મલાઈખા હવે પોતાના સંબંધ પર મન ખોલીને વાત કરી રહી છે. હાલમાં જ એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં એમણે પોતાના સંબંધ વિશે વાત કરી છે. લગ્નથી લઈને ડિવોર્સ સુધી મલાઈકાએ દરેક સવાલનો જવાબ આપ્યો છે.

 
 
 
View this post on Instagram

#pride #onlylove #pride🌈 #pridenyc

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) onJun 28, 2019 at 1:27pm PD

 

જ્યારે એમને પૂછવામાં આવ્યું કે અર્જુન કપૂરને ડેટ કરવાનું કેવુ લાગી રહ્યું છે. એના પર મલાઈકાએ કહ્યું, આ બધુ ઘણુ સારૂ અને અદ્ભુત લગા છે. જ્યારે મારા છૂટાછેડા થયા હતા એના બાદ મને ખાતરી હતી કે હું હજી એકવાર કોઈ સાથે રિલેશનશિપમાં રહીશ તો મારૂં દિલ તૂટી જશે અને એનો ડર હતો. પરંતુ હું એકવાર ફરીથી પ્રેમ કરવા માંગતી હતી એટલે હાલ હું બહુ ખુશ છું.

આ પણ વાંચો : નેહા કક્કરે 'દિલબર' ગીત પર 'બેલી ડાન્સ' કરીને મચાવી ધૂમ, જુઓ વીડિયો

મલાઈકાએ આગળ જણાવ્યું કે એના દીકરા અને પરિવારને પણ આ સંબંધથી કોઈ મુશ્કેલી નથી તે બધા ઘણા ખુશ છે. જોકે હવે મલાઈકાથી પૂછવામાં આવી રહ્યું છે કે તે લગ્ન ક્યારે કરી રહી છે આ સવાલને મલાઈકાએ હસીને ટાળી દીધું અને કહ્યું કે થોડુ પર્સનલ છે એટલે તે એના પર જવાબ નહીં આપે. તમને જણાવી દઈએ કે મલાઈકા અને અર્જુનની ઉંમરમાં લગભગ 12 વર્ષનો અંતર છે જેના લીધે તેઓ હંમેશા ટ્રોલ થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK