મલાઈકાએ શૅર કર્યો વર્કઆઉટ વીડિયો, યૂઝરે કહ્યું આવું......

Updated: May 15, 2019, 16:30 IST | મુંબઈ

બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાના હેલ્થને લઈને ઘણી એક્ટિવ છે.

મલાઈકા અરોરા
મલાઈકા અરોરા

બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાના હેલ્થને લઈને ઘણી એક્ટિવ છે. આ ઉંમરમાં પણ મલાઈકા ઘણી ફિટ અને એક્ટિવ છે. એની આ ફિટનેસનું સીક્રેટ છે એનું રેગ્યુલર જિમ જવુ અને વર્કઆઉટ કરવું. મલાઈકા પોતાના ફિગર પર ઘણી મહેનત કરે છે. ખાવા-પીવાથી લઈને બધી વાતનું ધ્યાન રાખે છે અને યોગા સુધી દરેક વાતને ફૉલો કરે છે. 

 
 
 
View this post on Instagram

#midweekmotivation .... look Wat u made me do ....... @samsmith @namratapurohit 😜😜😜 @reebokindia

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) onMay 15, 2019 at 12:01am PDT

 

મલાઈકા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. લગભગ દરરોજ તે પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર શૅર કરે છે. હાલમાં એમણે એક એવો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. જોકે, મલાઈકાએ જે વીડિયો શૅર કર્યો છે એમાં તો પોલની સાથે એક્સરસાઈઝ કરતી દેખાઈ રહી છે. પરંતુ આ કોઈ સામાન્ય એક્સરસાઈઝ નથી. વીડિયોમાં તમે જોશો પહેલા મલાઈકા આ પોલની સાથે સીધી ઉભી છે. પછી એણે પોતાના પગના સહારે પોલ પર ગોળ ફેરા ફરતી દેખાય છે અને નીચે ઉતરી જાય છે.

આ પણ વાંચો : Happy Birthday Madhuri: આ છે ડાન્સિંગ દિવાના એવરગ્રીન હિટ સોંગ્સ

મલાઈકાના આ વીડિયા પર યૂઝર્સ જાત-જાતની કમેન્ટ કરી રહ્યા છે. કોઈ એમને આ ઉંમરમાં પણ આટલી ફિટ રહેવાની શુભકામના આપી રહ્યા છે. તો કોઈ એને સાવધાન રહેવા કઈ રહ્યા છે કે આ ઉંમરમાં એમના હાડકાંના તૂટી જાય. કેટલાક યૂઝર્સ તો એવા પણ છે કે જે મલાઈકાને લઈને આપસમાં ઝઘડા કરવા લાગ્યા. એક વાત તો સ્પષ્ટ છે કે મલાઈકાનું આ વર્કઆઉટ ફૉલો કરવું દરેકના બસની વાત નથી. તમને જણાવી દઈએ કે મલાઈક અને અર્જુન કપૂરનું રિલેશન ઘણા દિવસથી ચર્ચાનો વિષય બની ગયો છે. બન્ને હંમેશા એકબીજાની સાથે દેખાયા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK